સ્માર્ટફોન દ્વારા ખરીદીનું પ્રમાણ વધ્યું

આ નવા અભ્યાસના તારણો અનુસાર 65 ટકા લોકો એમના ફોનનો ઉપયોગ રિટેલ ખરીદી કરવા માટે કરે છે. એમાંથી 81 ટકા લોકો ખરીદી કરતા પહેલા સલાહ મેળવવા સોશ્યલ મિડીયાનો અવારનવાર ઉપયોગ કરે છે. સ્માર્ટફોન યુઝર્સના 78 ટકા લોકો એમના ફોનનો ઉપયોગ તેમની પસંદની પ્રોડક્ટ્સની સરખામણી કરવા માટે કરે છે.
ફર્સ્ટ ડેટા કોર્પ અને આઈસીઆઈસીઆઈ મર્ચંટ સર્વિસીસ નામની કંપનીએ ભારત સહિત 10 દેશોમાં સ્માર્ટફોન યુઝર્સની વચ્ચે આ સર્વે કર્યો હતો. સ્માર્ટફોન યુઝર્સના ચાર-પંચમાંશ ભાગના લોકો તેમના ફોન પર ઓછામાં ઓછું એક રિટેલર એપ રાખતા હોય છે.












Click it and Unblock the Notifications
