For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની ગાડી પર ગોળીબાર

|
Google Oneindia Gujarati News

imaran khan
ઇસ્લામાબાદ, 15 ઓગષ્ટ: પાકિસ્તાનમાં રાજધાની ઇસ્લામાબાદ તરફથી આવી રહેલી સરકાર વિરોધી માર્ચમાં તહરીક-એ-ઇંસાફના નેતા ઇમરાન ખાનના વાહન પર ગોળીઓનો વરસાદ થયો, ત્યારબાદ ગુજરાવાલા શહેરમાં સંઘર્ષ છેડાઇ ગયો.

ખાનની પ્રવક્તા અનીલા ખાને જણાવ્યું કે આ હુમલામાં ખાન ઘાયલ નથી થયા, પરંતુ તેમના વાહનને નિશાનો બનાવવામાં આવ્યો છે. ભીડે પત્થરમારો કરીને ખાનના કાફિલા પર હુમલો કર્યો અને પોલીસે કોઇ હસ્તક્ષેપ કર્યો નહીં. ટેલિવિઝન ફુટેજમાં દેખાડવામાં આવ્યું છે કે સ્થાનીય લોકો ખાનના સમર્થની સાથે ઝડપ કરી રહ્યા હતા.

પાકિસ્તાનમાં ગયા વર્ષે થયેલી ચૂંટણીમાં ધાંધલીના વિરોધ અને સરકારના રાજીનામાની માંગને લઇને પ્રદર્શનકારીઓએ ગઇકાલે લાહોરથી રાજધાની ઇસ્લામાબાદ માટે વિરોધ માર્ચ શરૂ કરી દીધું હતું. પ્રદર્શનકારી બે સમૂહોમાં ઇસ્લામાબાદ તરફ આગળ વધ્યા હતા.

એક સમૂહનું નેતૃત્વ તહરીક-એ-ઇંસાફના નેતા ઇમરાન ખાન અને બીજા સમૂહનું નેતૃત્વ ધાર્મિક નેતા તાહિર-ઉલ-કાદરી કરી રહ્યા હતા. ખાન ગઇ ચૂંટણીમાં થયેલી ગોલમાલના વિરોધ અને સરકારના રાજીનામાની માંગને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ ઇચ્છતા હતા કે સરકાર રાજીનામું આપી દે અને દેશમાં ફરીથી ચૂંટણી કરાવવામાં આવે.

English summary
Clashes break out after shots fired at Pakistan opposition leader Imran Khan's car.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X