Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'હું 2 વાર એના ઘરે ગઈ પરંતુ મને બૉડી પાર્ટનો અણસાર પણ ના આવ્યો,' શૉકમાં છે આફતાબની નવી ગર્લફ્રેન્ડ

આફતાબની નવી ગર્લફ્રેન્ડના જણાવ્યા મુજબ તે આ કાંડ સાંભળ્યા પછી શૉક થઈ ગઈ હતી.

Shraddha Murder Case: શ્રદ્ધા હત્યાકાંડમાં પોલીસ તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ રોજ નવા રાઝ ખુલી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આફતાબ શ્રદ્ધાની હત્યા પછી પણ ઘણી બીજી છોકરીઓ સાથે સંબંધમાં હતો. જેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આફતાબની નવી ગર્લફ્રેન્ડના જણાવ્યા મુજબ તે આ કાંડ સાંભળ્યા પછી શૉક થઈ ગઈ હતી. તેને કોઈ આઈડિયા નહોતો કે તે જે ઘરમાં જતી હતી ત્યાં શ્રદ્ધાના શરીરના ટૂકડા રાખ્યા હતા.

shraddha case

રિપોર્ટ મુજબ આફતાબની નવી ગર્લફ્રેન્ડ વ્યવસાયે મનોચિકિત્સક છે. શ્રધ્ધાની હત્યા બાદ તે બે વખત છતરપુર સ્થિત આફતાબના ઘરે ગઈ હતી. તેણે પોલીસને જણાવ્યુ કે બંને વખત તેને ખબર ન હતી કે તે ઘરમાં કોઈની હત્યા કરવામાં આવી છે અને શરીરના અંગો ત્યાં જ રાખવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આફતાબ તેની સાથે વાતચીતમાં ક્યારેય ડરતો જોવા મળ્યો ન હતો. તે હંમેશા તેને તેના મુંબઈના ઘર વિશે જણાવતો હતો. 12 ઓક્ટોબરે હત્યારાએ તેને શ્રદ્ધાની વીંટી ભેટમાં આપી હતી. હાલમાં પોલીસે વીંટી કબજે કરી તેનુ નિવેદન નોંધ્યુ છે.

શ્રદ્ધાની જેમ તેની નવી ગર્લફ્રેન્ડને પણ આફતાબ ઑનલાઈન ડેટિંગ એપ દ્વારા મળ્યો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યુ કે તે અલગ-અલગ એપ દ્વારા લગભગ 15-20 યુવતીઓના સંપર્કમાં હતો. જ્યારે ડેટિંગ એપના રેકોર્ડની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યુ કે તેણે હત્યાના લગભગ 12 દિવસ પછી 30 મેના રોજ નવી યુવતીનો સંપર્ક કર્યો હતો. નવી ગર્લફ્રેન્ડ સાઈક્યાટ્રિસ્ટ હતી પરંતુ આફતાબે તેને પણ છેતરી દીધી. તેને ક્યારેય લાગ્યુ નથી કે તેની માનસિક સ્થિતિ આવી છે. તે સામાન્ય વર્તન કરતો હતો અને તેની ખૂબ કાળજી લેવાની એક્ટિંગ કરતો હતો. તેણે એ પણ જણાવ્યુ કે આફતાબ પાસે વિવિધ ડિઓડરન્ટ્સ અને પરફ્યુમ્સનો સંગ્રહ છે અને તે ઘણીવાર તેને પરફ્યુમ ગિફ્ટ કરતો હતો.

નવી ગર્લફ્રેન્ડના કહેવા મુજબ આરોપી સિગારેટ ખૂબ પીતો હતો અને દર વખતે છોડવાની વાત કરતો હતો. આ સિવાય તે ખાવાનો પણ શોખીન હતો. જેના કારણે તે મોટાભાગે ઘરે જ નૉન-વેજ ઓર્ડર કરતો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આફતાબની નવી ગર્લફ્રેન્ડ આઘાતમાં છે. જેના કારણે તેનુ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યુ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X