For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shraddha Murder Case: કોર્ટમાં આફતાબે કબૂલ્યુ - 'ગુસ્સામાં મારાથી હત્યા થઈ ગઈ, આખી ઘટના યાદ કરવામાં મુશ્કેલી

શના ચકચારી શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલાને વિશેષ સુનાવણી માટે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જે દરમિયાન તેણે કહ્યુ કે ગુસ્સામાં મારાથી આ હત્યા થઈ ગઈ.

|
Google Oneindia Gujarati News

Shraddha Murder Case: દેશના ચકચારી શ્રદ્ધા હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલાને વિશેષ સુનાવણી માટે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જે દરમિયાન તેણે કહ્યુ કે ગુસ્સામાં મારાથી આ હત્યા થઈ ગઈ. હું આ આખી તપાસમાં પોલીસની મદદ કરી રહ્યો છુ. આફતાબે કહ્યુ કે મને આખા ઘટના યાદ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આફતાબે પોતાની લિવ ઈન પાર્ટનર શ્રદ્ધા વૉકરની ગળુ દબાવીને હત્યા કર્યા બાદ તેના શબના 35 ટૂકડા કરીને તેને અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.

ટૂંક સમયમાં થશે નાર્કો ટેસ્ટ

ટૂંક સમયમાં થશે નાર્કો ટેસ્ટ

તમને જણાવી દઈએ કે આજે સવારે આફતાબને કોર્ટમાં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી હાજર કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન પોલીસે કોર્ટ પાસે આફતાબની કસ્ટડી માંગી હતી. જેને કોર્ટે સ્વીકારી હતી અને આફતાબને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. આફતાબે કોર્ટમાં કહ્યુ કે મે પોલીસને ઘટનાની સંપૂર્ણ સત્યતા જણાવી છે. હું આ સમગ્ર મામલાની તપાસમાં પોલીસને સંપૂર્ણ મદદ કરી રહ્યો છુ.

પોલીસનો આરોપ, ગુમરાહ કરી રહ્યો છે આફતાબ

પોલીસનો આરોપ, ગુમરાહ કરી રહ્યો છે આફતાબ

આફતાબે જજની સામે કહ્યુ કે જે કંઈ થયુ તે ગુસ્સામાં થયુ, મારાથી જે પણ થયુ તે સમજ્યા-વિચાર્યા વગર ગુસ્સામાં થઈ ગયુ. સુનાવણી દરમિયાન પોલીસે કહ્યુ કે આફતાબ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. તે ખોટા નિવેદનો આપી રહ્યો છે. તમને જણાવી દઈએ કે પોલીસ શ્રદ્ધાના મૃત શરીરના અવશેષો શોધી રહી છે. અત્યાર સુધીમાં 13 હાડકાં મળી આવ્યા છે પરંતુ શ્રદ્ધાનુ માથું હજુ સુધી મળ્યુ નથી. એક તરફ જ્યાં દિલ્લી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે તો બીજી તરફ દિલ્લી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને મામલાની સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી છે.

કરવત-હથોડીથી કાપ્યુ હતુ શબ

કરવત-હથોડીથી કાપ્યુ હતુ શબ

હત્યા બાદ દિલ્લી પોલીસ આ કેસમાં આફતાબ વિરુદ્ધ પુરાવા એકત્ર કરી રહી છે. પોલીસ સૂત્રોનુ માનીએ તો આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા પછી 10 કલાક સુધી કસાઈની જેમ તેના શરીરને કાપ્યુ હતુ. તેણે લાશને કાપવા માટે કરવત, હથોડી, ચોપરનો ઉપયોગ કર્યો હતો. સ્પષ્ટ છે કે આફતાબે આ હત્યા બાદ મૃતદેહને કાપી નાખવાની યોજના બનાવી હતી અને આ યોજના હેઠળ હથિયારો ખરીદ્યા હતા.

પહેલી વાર જજ સામે કબૂલી હત્યા

પહેલી વાર જજ સામે કબૂલી હત્યા

પોલીસ આફતાબ દ્વારા મૃતદેહને કાપવા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયારોની શોધ કરી રહી છે. જેથી સાબિત થઈ શકે કે આ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આફતાબે આ હથિયારો ક્યાં ફેંક્યા તેની માહિતી પણ આપી છે. જોકે, આફતાબ કહી રહ્યો છે કે સમય વીતી ગયો હોવાથી તેને બરાબર યાદ નથી કે તેણે તેને ક્યાં ફેંકી દીધા હતા. સાકેત કોર્ટમાં વીડિયો હાજરી દરમિયાન આફતાબે કહ્યુ કે મે જે પણ ભૂલ કરી છે તે ગુસ્સામાં કરી છે. આનો અર્થ એ કે તેણે આ હત્યા કબૂલી લીધી છે. પહેલીવાર આફતાબે જજની સામે હત્યાની કબૂલાત કરી છે.

English summary
Shraddha Murder Case: Aftab admits in court says it happened in the heat of the moment. having trouble remembering the whole incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X