For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shraddha Murder Case: આફતાબનો આજે થઈ શકે છે પોલીગ્રાફ ટેસ્ટ, દિલ્લી પોલીસે FSLથી કર્યો સંપર્ક

આજે આફતાબનો પૉલીગ્રાફ ટેસ્ટ થઈ શકે છે. દિલ્લી પોલીસે FSLનો સંપર્ક કર્યો છે.

|
Google Oneindia Gujarati News

Shraddha Murder Case: લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વૉકરની હત્યા કરીને તેના શબના 35 ટૂકડા કરનાર આરોપી આફતાબની પોલીસ કસ્ટડી 4 દિવસ માટે વધારી દેવામાં આવી છે. દિલ્લી પોલીસની ઘણી ટીમો શબના ટૂકડા સહિત ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો મેળવવામાં લાગેલી છે. આ મામલે આજે આફતાબનો પૉલીગ્રાફ ટેસ્ટ થઈ શકે છે. દિલ્લી પોલીસે FSLનો સંપર્ક કર્યો છે. વળી, દિલ્લી પોલીસની ટીમ મહારાષ્ટ્રના વસઈ અને ઉત્તરાખંડમાં પુરાવા શોધવા માટે પહોંચી છે.

shraddha murder

શ્રદ્ધા હત્યા કેસની તપાસ દિલ્લી પોલીસ પાસેથી સીબીઆઈને ટ્રાન્સફર કરવાની માંગ કરતી પીઆઈએલની સુનાવણી દરમિયાન દિલ્લી પોલીસે હાઈકોર્ટને જણાવ્યુ હતુ કે આ કેસની 80 ટકા તપાસ પૂર્ણ થઈ ગઈ છે. દિલ્લી પોલીસે કોર્ટને જણાવ્યુ કે શ્રદ્ધા હત્યા કેસને ઉકેલવા માટે એડિશનલ પોલીસ કમિશનર, એસીપી (સાયબર સેલ) અને 200 પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં સામેલ છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે કહ્યુ કે આ એક પ્રચાર હિતની અરજી છે અને અરજીમાં એક પણ સાચો આધાર નથી.

અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જ્યાંથી શરીરના અંગો મળી આવ્યા હતા ત્યાં મીડિયા અને લોકોની હાજરીને કારણે પુરાવા સાથે ચેડા કરવામાં આવ્યા હતા. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દિલ્લી પોલીસે તેની તપાસના દરેક પગલે મીડિયાને માહિતી આપી હતી અને કાયદામાં આની મંજૂરી નથી. તમને જણાવી દઈએ કે મંગળવારે દિલ્લીની સાકેત કોર્ટ દ્વારા આફતાબને વિશેષ સુનાવણી માટે રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આફતાબે કહ્યુ કે, 'ગુસ્સામાં તેનાથી આ હત્યા થઈ ગઈ. હું આ સમગ્ર તપાસમાં પોલીસને મદદ કરી રહ્યો છું. મને આખી ઘટના યાદ કરવામાં તકલીફ થઈ રહી છે.'

English summary
Shraddha Murder Case: Polygraph Test of Aftab Amin Poonawalla may done today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X