આર્ટ ઓફ મોદી Loving: શ્રી શ્રી રવિશંકર આવ્યા મોદીના બચાવમાં!
નવી દિલ્હી, 24 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપાની ચૂંટણી પ્રચાર સમિતિનું સુકાન પદ શું સંભાળ્યું છે, ત્યારથી દરરોજ કંઇકને કંઇક નવી બબાલ થઇ રહી છે. મંગળવારે 65 સાંસદોએ અમેરિકન રાષ્ટ્રપતિને પત્ર લખીને મોદીને વિઝા નહી આપવાનો આગ્રહ કર્યો છે. પરંતુ આ મુદ્દા પર મોદીને સમર્થન પણ મળી રહ્યું છે, અને આ સિલસિલામાં નવી કડી છે શ્રી શ્રી રવિશંકર.
નરેન્દ્ર મોદીના અમેરિકન પ્રવાસ પર લાગેલા પ્રતિબંધને હટાવવાના વિરોધમાં મોકલવામાં આવેલી ચીઠ્ઠીમાં આધ્યાત્મિક ગુરુએ પોતાના ફેસબુક વોલ પર લખ્યું છે કે '65 સાંસદો તરફથી ઉઠાવવામાં આવેલું આ પગલું આપણી ન્યાયિક પ્રણાલીનું અપમાન છે.'

ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહ ઘણા દિવસોથી મોદીને અમેરિકાના વિઝા અપાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે હાલમાં જ જણાવ્યું હતું કે આજે નહીં તો કાલે અમેરિકાએ મોદીને વિઝા આપવા જ પડશે.












Click it and Unblock the Notifications
