For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધાર્થ શુક્લાની અંતિમક્રિયા, બાલિકા વધૂના અભિનેતાના મૃત્યુના કારણ અંગે સસ્પેન્સ યથાવત્

ભિનેતા સિદ્ધાર્થ શુક્લાના મૃતદેહને અંતિમક્રિયા માટે ઓશિવારા સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યો હતો. અગાઉ એવી શક્યતા હતી કે શુક્રવારે સિદ્ધાર્થ શુકલાનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ જાહેર થશે, પરંતુ હૉસ્પિટલ સૂત્રોએ બીબીસીને જણાવ્યું હ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના મૃતદેહને અંતિમક્રિયા માટે ઓશિવારા સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યો હતો.

અગાઉ એવી શક્યતા હતી કે શુક્રવારે સિદ્ધાર્થ શુકલાનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ જાહેર થશે, પરંતુ હૉસ્પિટલ સૂત્રોએ બીબીસીને જણાવ્યું હતું કે આજે તે જાહેર થાય તેવી શક્યતા નહિવત્ છે.

પરિવારજનો, ટેલિવુડ, બોલીવુડ કે પોલીસે મૃત્યુ અંગે આશંકા વ્યક્ત કરી નથી. પરિવારજનોનું કહેવું છે હાર્ટઍટેકમાં સિદ્ધાર્થનું નિધન થયું છે.

સિદ્ધાર્થ શુક્લનું નિધન

શુક્રવારે સિદ્ધાર્થના મૃતદેહને પોસ્ટમૉર્ટમ બાદ પરિવારજનોને સોપી દેવામાં આવ્યો હતો. જેને ઓશિવારા ખાતેના ઘરે લાવવામાં આવ્યો હતો.

સૅલિબ્રિટીઝના આગમન તથા ભીડને કારણે મુંબઈ પોલીસ દ્વારા મૃતકના ઘર ઉપરાંત કૂપર હૉસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અગાઉ પાર્થિવદેહને હૉસ્પિટલેથી ઘરે લઈ જવાનું વિચારાયું હતું, પરંતુ બાદમાં સીધો જ સ્મશાને લઈ જવાયો હતો. પરિવારને સાંત્વના આપવા અસીમ રિયાઝ, અર્જુન બિજલાની, પ્રિન્સ નરુલા, યુવિકા ચૌધરી, રશ્મિ દેસાઈ, નિક્કી તંબોલી મૃતક સિદ્ધાર્થના નિવાસસ્થાને પહોંચ્યાં હતાં.

બિગ બૉસ 13, બિગ બૉસ ઓટીટીની તાજેતરની સિઝન તથા કેટલાક રિયાલિટી શૉમાં સિદ્ધાર્થની સાથે દેખાયેલાં શેહનાઝ ગિલ પણ સિદ્ધાર્થને અંતિમવિદાય આપવા માટે સ્મશાને પહોંચ્યાં હતાં. જ્યાં તેઓ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યાં હતાં. શેહનાઝની સાથે તેમના ભાઈ શેહબાઝ પણ હતા.

સિદ્ધાર્થનાં માતા, બનેવી, પિતરાઈ તથા અન્ય પરિવારજનો, મિત્રો તથા ફેન્સ સ્મશાનગૃહે પહોંચ્યાં હતાં.


સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુનું કારણ શું?

સિદ્ધાર્થ શુક્લાનું નિધન

દૂરદર્શન તથા અન્ય મીડિયા પ્રમાણે સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ હાર્ટઍટેકથી થયું હતું.

કૂપર હૉસ્પિટલના ડૉક્ટર શૈલેષ મોહિતેએ બીબીસીને જણાવ્યું, "ગુરુવારે સવારે 10.30 કલાક આસપાસ સિદ્ધાર્થને હૉસ્પિટલે લાવવામાં આવ્યા હતા. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી નક્કી નથી થઈ શક્યું. તેમના ઑટોપ્સી રિપૉર્ટ બાદ પૂરતી માહિતી મળશે."

મળતી માહિતી પ્રમાણે, કૂપર હૉસ્પિટલ દ્વારા સિદ્ધાર્થનના પોસ્ટમૉર્ટમનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે.

સિદ્ધાર્થ શુક્લાના પરિવારના જણાવ્યાનુસાર તમને હાર્ટઍટેક આવ્યો હતો.

https://twitter.com/ANI/status/1433335210872037377

જ્યારે ન્યૂઝ એજન્સી ANI સાથે મુંબઈ પોલીસે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું, "સિદ્ધાર્થ શુક્લાના શરીર પર કોઈ ઈજાના નિશાન નહોતા. હજુ સુધી મોતનું કારણ નક્કી કરી શકાયું નથી. પોલીસની એક ટીમ તેમના ઘરે તપાસ માટે હાજર છે."

https://twitter.com/ANI/status/1433339577847144449

ANIએ વધુ એક ટ્વીટમાં મુંબઈની કૂપર હૉસ્પિટલ સાથે કરેલી વાતચીત પ્રમાણે, "ઍક્ટર સિદ્ધાર્થ શુક્લાને સવારે 10.30 વાગ્યે હૉસ્પિટલ લવાયા હતા. હજુ સુધી તેમના મૃત્યુનું કારણ નક્કી કરી શકાયું નથી."


સિદ્ધાર્થ શુક્લાની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

https://www.instagram.com/p/CS8nUTEijiP/?utm_source=ig_web_copy_link

આ દરમિયાન તેમની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાઇરલ થઈ રહી છે. જેમાં તેમણે એક તસવીર શૅર કરીને ફ્રન્ટલાઇન વર્કર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે લખ્યું છે, "બધા જ ફ્રન્ટલાઇન વર્કર્સનો દિલથી ધન્યવાદ. તમે જીવને જોખમમાં મૂકો છો."

"કલાકો સુધી કામ કરો છો અને બીમાર લોકોને આરામ આપો છો, જેઓ પોતાના પરિવાર સાથે હોતા નથી. તમે ખરેખર બહાદુર છો. ફ્રન્ટ લાઇનમાં રહેવું સહેલું નથી. પણ ખરેખર તમારા પ્રયાસોને અમે બિરદાવીએ છીએ."

English summary
Siddharth Shukla's funeral, suspense over cause of death of Balika Vadhu actor remains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X