સજ્જનકુમારના વિરોધમાં સિખ પ્રદર્શનકારીઓએ સોનિયા ગાંધીના ઘરને ઘેર્યું

અહીં પ્રદર્શનકારીઓએ બે બેરિકોડ તોડી નાખ્યા છે. તેમણે હાથમાં પુતળા અને બેનર લઇને સોનિયા ગાંધીની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીં મોટી સંખ્યામાં પોલીસફોર્સ ખડકી દેવામાં આવી છે. મધ્ય દિલ્હીમાં કેટલાક મહત્વના માર્ગોને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી સોનિયા ગાંધીના ઘરે કે કોંગ્રેસ કાર્યાલયે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ પહોંચી શકે નહીં.
ઉલ્લેખનીય છે કે સીખ વિરોધી રમખાણોના એક કેસમાં સજ્જનકુમારને દોષમુક્ત જાહેર કરવામાં આવતા બુધવારથી સિખ પ્રદર્શનકારીઓએ જમ્મુ-કાશ્મીર રાજમાર્ગ રોકી લીધો હતો. તેમણે રાજધાની દિલ્હીની મેટ્રો રેલ સેવામાં પણ અવરોધ ઉભો કર્યો હતો. જેના કારણે સુભાષનગર અને તિલકનગરના મેટ્રો રેલ સ્ટેશન્સ બંધ કરવાની ફરજ પડી હતી.












Click it and Unblock the Notifications
