For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંગાળની હિંસા માટે માત્રને માત્ર ભાજપ જવાબદારઃ મમતા બેનર્જી

ભાજપ કાર્યકર્તાઓએ જ્યાં ટીએમસી ઉપર હિંસા ફેલાવવા અને તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો છે. સીએમ મમતા બેનર્જીએ બધો દોષ ભાજપ પર ઢોળ્યો છે.

|
Google Oneindia Gujarati News

અંતિમ તબક્કામાં પણ આજે પશ્ચિમ બંગાળમાં જોરદાર હિંસા થઈ છે. ભાજપ કાર્યકર્તાઓએ જ્યાં ટીએમસી ઉપર હિંસા ફેલાવવા અને તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો છે. વળી, બીજી તરફ સીએમ મમતા બેનર્જીએ બધો દોષ ભાજપ પર ઢોળ્યો છે. રવિવારે મતદાન કર્યા બાદ સીએમે કહ્યુ કે સવારથી જ ભાજપના કાર્યકર્તાઓ અને સીઆરપીએફે જે ટૉર્ચર મતદાન દરમિયાન અમારા રાજ્યમાં કર્યુ મે પહેલા ક્યારેય નથી જોયુ.

આ પણ વાંચોઃ અંતિમ તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીએ માતાઓ- બહેનો માટે આપ્યો ખાસ વીડિયો મેસેજઆ પણ વાંચોઃ અંતિમ તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીએ માતાઓ- બહેનો માટે આપ્યો ખાસ વીડિયો મેસેજ

મમતા બેનર્જીએ સાધ્યુ ભાજપ પર નિશાન

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના અમુક કલાકો પહેલા શનિવારે ચૂંટણી કમિશનને પત્ર લખીને રાજ્યમાં ભાજપના હસ્તક્ષેપ વિના ‘શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ' રીતે ચૂંટણી સંપન્ન કરાવવાનું સુનિશ્ચિત કરાવવાનો આગ્રહ કર્યો હતો.

ભાજપે લગાવ્યો ટીએમસી પર હુમલો કરાવવાનો આરોપ

ઉલ્લેખનીય છે કે આજે પશ્ચિમ બંગાળના જાદવપુરથી ભાજપ ઉમેદવાર અનુપમ હજારિકાએ આરોપ લગાવ્યો કે ટીએમસીના ગુંડાઓએ તેમના એક કાર્યકર્તાઓને પીટ્યા છે. સાથે જ કાર્યકર્તાની કાર પર હુમલો થયો અને ડ્રાઈવરની પણ પિટાઈ કરવામાં આવી. એટલુ જ તેમણે જણાવ્યુ કે કાર્યકર્તાઓએ પોલિંગ બુથથી પોતાના 3 વર્કર્સને બચાવ્યા છે.

મતદાન કેન્દ્ર પર જોરદાર થયો હોબાળો

ભાજપ એમપીએ આરોપ લગાવ્યો છે કે ટીએમસીની મહિલા કાર્યક્તા મોઢુ ઢાંકીને પ્રૉક્સી વોટ નાખી રહ્યા છે. તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. જ્યારે અમે આના પર વાંધો વ્યક્ત કર્યો તો તેમણે મતદાન કેન્દ્ર પર હોબાળો કરી દીધો.

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણનું મોટુ નિવેદન

બંગાળમાં હિંસાની ઘટનાઓને જોતા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન થઈ રહેલી હિંસા વિશે ટીએમસી પર નિશાન સાધ્યુ અને રાજ્યમાં કેન્દ્રીય બળોની તૈનાતીની માંગ કરી. નિર્મલા સીતારમણે કહ્યુ કે પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન ભાજપના ઉમેદવારો પર વારંવાર હુમલો કરવામાં આવી રહ્યો છે. નિર્મલા સીતારમણે કહ્યુ કે મમતા બેનર્જીએ પહેલા જ કહ્યુ છે કે અમે ઈંચ-ઈંચનો બદલો લઈશુ. એવામાં લાગી રહ્યુ છે કે આજે છેલ્લા તબક્કાની ચૂંટણી ખતમ થયા બાદ ટીએમસી દ્વારા નરસંહાર જોવા મળી શકે છે.

English summary
since morning the torture that bjp workers and crpf have done during polling state mamta banerjee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X