સિટી ઑફ જોયમાં મહિલાઓ સિંદૂરથી રમી, જુઓ તસવીરો...
દેશભરમાં મહાનવમી ધામધૂમથી મનાવવામાં આવી. આ દરમિયાન દેશભરમાં અલગ અલગ જગ્યાઓએ પૂરા ઉત્સાહ સાથે દુર્ગા પૂજાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ જ્યારે વાત આવે ત્યારે સિટી ઑફ જોયની ત્યારે આપણી આંખોમાં કોલકત્તા વસી જાય છે. અહીં ખુશીઓ હોય છે, ખુશીઓમાં રંગો હોય છે, રંગોમાં ઉત્સાહ હોય છે અને એ રંગોમાં સૌનો પ્રેમ ભળેલો હોય છે.

આ જ પળોને જીવવા માટે દેશભરમાંથી ઘણા લોકો કોલકત્તા પહોંચે છે અને આ પળોને માણે છે.

બંગાળમાં બે મહિના પહેલાથી જ દુર્ગા પૂજાની તૈયારીઓ શરુ થઇ જાય છે. કોલકત્તાના એક છેડેથી બીજા છેડા સુધી દુર્ગા પૂજાનો રંગ હવામાં વહેતો હોય છે.

ઉત્તરી કોલકત્તાથી દક્ષિણ કોલકત્તા સુધી દરેક છેડા સુધી આવા જ દ્રશ્યો જોવા મળે છે. નાકતલાથી બેહાલા, બાગ બજાર, શ્યામ બજાર દરેક જગ્યાએ પંડાલ સજાવેલા હોય છે. લાખોની સંખ્યામાં લોકો અહીં પૂજા અર્ચના કરવા આવે છે.

કોલકત્તામાં સિંદૂર ખેલાની પણ પરંપરા છે. વિજયાદશમીના દિવસે કાલી મંદિરમાં મહિલાઓ સિંદૂરથી રમી, જેની તસવીરો જોતા તેની ભવ્યતા માપી શકાય છે.

આ સિંદૂર ખેલાને જોઇને લાગે છે કે સિંદૂર ખેલાથી મહિલાઓના દુખ દૂર થઇ ગયા છે અને તેમને ખુશીઓ પ્રદાન કરી છે. આ પરંપરા જોવા લોકો આસપાસના રાજ્યોમાંથી પણ આવે છે.

પરિણીત સ્ત્રીઓ લાલ સાડી પહેરીને માથામાં સિંદૂર લગાવીને પંડાલોમાં પહોંચે છે અને મા દુર્ગાને ઉલૂ ધ્વની સાથે વિદાય આપે છે. એક્બીજાને ગુલાલ લગાવે છે અને સિંદૂરથી રમે છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
