For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનૂ નિગમે કર્યો રાધેમાંનો બચાવ, મીની સ્કર્ટ મામલે કરી કાલીમાં સાથે તુલના!

|
Google Oneindia Gujarati News

અશ્લીલતા ફેલાવવા અને દહેજ ઉત્પીડના મામલામાં વિવાદોના વમળમાં ફસાયેલી રાધે માંના બચાવમાં રાધે માંને સાથવારો આપ્યો છે બોલીવૂડના પ્રસિદ્ઘ પ્લેબેક સિંગર સોનૂ નિગમે. એટલું જ નહીં સોનૂ નિગમે રાધે માંના સમર્થનમાં એક નહીં પણ કૂલ ત્રણ ત્રણ ટ્વિટ કર્યા છે. અધુરા પૂરો રાધે માંને બચાવવાના ચક્કરમાં સોનૂએ રાધેમાંની સરખામણી કાલી માં સાથે કરી દીધી છે.

radhe maa

નોંધનીય છે કે સોનૂ નિગમે રાધે માંનો શોર્ટ સ્કર્ટ પહેરવા મામલે બચાવ કર્યો છે. અને પોતાની ટ્વિટના માધ્યમથી કહ્યું છે કે કાલી માં પણ રાધે માંની જેમ જ ઓછા કપડામાં દર્શાવવામાં આવે છે. વળી સોનૂએ કહ્યું કે આ વાત ખરેખરમાં રોચક કહેવાય છે આ દેશમાં કપડાના લીધે કરીને એક મહિલા પર કેસ ચાલી રહ્યો છે!

જે બાદ સોનૂએ તેમના બીજા ટ્વિટમાં કહ્યું છે "પુરુષ સાધુ નગ્ન ફરી શકે છે. તે અજીબ રીતેનો ડાન્સ કરી શકે છે. અને રેપનો આરોપ લાગ્યા બાદ જ તેમને જેલની પાછળ નાંખવામાં આવે છે. શું આ લૈંગિક સમાનતા છે?" વળી અન્ય એક ટ્વિટમાં સોનુએ કહ્યું કે "જો તમે કેસ ચલાવવા જ માંગતા હોવ તો તેમે તેમના ભક્તો અને અનુયાયીઓ પર કેસ ચલાવો. મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ નિયમો કેમ? આ ખરેખરમાં યોગ્ય નથી!"

નોંધનીય છે કે રાધે માંની મીની સ્કર્ટ પહેરેલી ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થતા ખૂબ જ મોટો હંગામો થયો હતો. અને આ મામલે પંજાબમાં રહેતા અશ્વિની અને ધીરજે રાધે માં પર કેસ પણ કર્યો છે. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે " અમે વૈષ્ણવ દેવી, ચિંતાપૂર્ણી દેવી અને જ્વાલાજીના ભક્ત છે. રાધે માં પોતાને માં દુર્ગાનો અવતાર કહે છે. ત્યારે તેમણે મીની સ્કર્ટ પહેરીને માં દુર્ગાનું અપમાન કર્યું છે"

English summary
Controversial godwoman Radhe Maa, who was granted interim relief from arrest by the Bombay HC, has now found another supporter in the face of Sonu Nigam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X