For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક ચોરની જુબાનીથી 28 વર્ષ જૂના સિસ્ટર અભયા કેસમાં દોષિતોને મળી આજીવન કેદની સજા

કેરળના સિસ્ટર અભયા મર્ડર કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે.

|
Google Oneindia Gujarati News

તિરુવનંતપુરમઃ કેરળના સિસ્ટર અભયા મર્ડર કેસ (Sister Abhaya Murder Case)માં સીબીઆઈની વિશેષ અદાલતે દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. તમને જણાવી દઈએ કે મંગળવારે સીબીઆઈની વિશેષ અદાલતે 28 વર્ષ જૂના આ કેસમાં એક પાદરી થૉમસ કોટ્ટૂર અને એક નન સિસ્ટર સેફીને દોષી ગણાવ્યા હતા. બુધવારે આ બંનેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. આ કેસમાં અન્ય આરોપી ફાધર જોસ પુથ્રીક્કયીલને પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યા હતા. અદાલતે બંને દોષિતોને કલમ 302 હેઠળ આજીવન કેદ સાથે 5-5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. વળી, પુરાવા નાબુદ કરવા માટે સાત વર્ષોની જેલ અને કૉન્વેન્ટમાં બિન-અધિકૃત રીતે ઘૂસવા માટે પણ આજીવન કેદની સજા મળી છે.

શું છે સમગ્ર કેસ?

શું છે સમગ્ર કેસ?

આ કેસ માર્ચ 1992નો છે જ્યારે 21 વર્ષની નન અભયાની લાશ સેન્ટ પાયસ કૉન્વેન્ટના એક કૂવામાંથી મળી હતી. શરૂઆતમાં તો પોલિસે તેને આત્મહત્યા ગણાવી હતી પરંતુ બાદમાં સીબીઆઈની તપાસમાં હત્યાની વાત સામે આવી હતી. સિસ્ટર અભયા કોટ્ટયમની BCM કૉલેજના બીજા વર્ષની છાત્રા હતી અને કૉન્વેન્ટમાં રહેતી હતી. સીબીઆઈએ કેસની તપાસ 29 માર્ચ 1993એ પોતાના હાથમાં લીધી અને ત્રણ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા હતા અને કહ્યુ હતુ કે આ હત્યાનો કેસ છે પરંતુ ગુનેગારો મળી શક્યા નથી.

બંને ખૂનીઓને વાંધાજનક સ્થિતિમાં સિસ્ટર અભયાએ જોઈ લીધા હતા

બંને ખૂનીઓને વાંધાજનક સ્થિતિમાં સિસ્ટર અભયાએ જોઈ લીધા હતા

સીબીઆઈની ચાર્જશીટ મુજબ એ સવારે સિસ્ટર અભયા લગભગ સવારે 4 વાગે ઉઠી અને હોસ્ટેલના રૂમમાં સીડીઓથી નીચે ઉતરીને આવી અને ફ્રીઝમાંથી પાણી લેવા લાગી. ત્યારે કિચનની અંદરથી તેણે કોઈ અવાજ સાંભળ્યો. જોયુ તો આરોપી ફાધર થૉમસ કોટ્ટર અને સિસ્ટર સેફી વાંધાજનક સ્થિતિમાં હતા. બંનેએ સિસ્ટર અભયાને જોઈ લીધી અને પછી તે ભાગે ત્યાં સુધીમાં તો સિસ્ટર સેફીએ કિચનમાંથી કુહાડી લઈને તેના પર જાનલેવા હુમલો કરી દીધો. અભયા ત્યાં જ પડી ગઈ અને મૃત્યુ પામી

ચોરની જુબાનીથી સિસ્ટર અભયાને મળ્યો ન્યાય

ચોરની જુબાનીથી સિસ્ટર અભયાને મળ્યો ન્યાય

સીબીઆઈની વિશેષ અદાલતમાં સાક્ષી ચોર રાજુએ હત્યાવાળી સવારની આખી ઘટના જણાવી. તેણે કોર્ટને કહ્યુ કે, 'તે કૉન્વેન્ટની બિલ્ડીંગની છત પર લાગેલા લાઈટનિંગ કંડક્ટરથી તાંબુ ચોરી કરી રહ્યો હતો. આ પહેલા પણ તે બે વાર તાંબુ ચોરવા માટે આ બિલ્ડિંગની છત પર જઈ ચૂક્યો હતો. તેણે જોયુ કે બે લોકો સીડીઓથી ઉપર આવી રહ્યા હતા. તેમના હાથમાં એક ટૉર્ચ હતી અને તે આસપાસના વિસ્તારની તપાસ કરી રહ્યા હતા. તેમાં એક વ્યક્તિ લાંબો હતો અને બીજો ફાધર કોટ્ટૂર છે, જે આ કોર્ટમાં હાજર છે. આના કારણે મે ચોરીની યોજના કેન્સલ કરી દીધી અને ત્યાંથી ભાગી ગયો.' ચોર રાજૂ ખુદના ગુનાઓને કબૂલીને પણ સિસ્ટર અભયાને હત્યારાઓને સજા અપાવવા માટે પોતાની જુબાની પર અડગ રહ્યો અને આ રીતે 28 વર્ષ બાદ એક માસૂમ નનને તેની સાથે થયેલ ગુનાનો ન્યાય મળ્યો.

પ્રેગ્નેન્સીના ડ્રામા બાદ નેહા-રોહનનુ નવુ ગીત રિલીઝપ્રેગ્નેન્સીના ડ્રામા બાદ નેહા-રોહનનુ નવુ ગીત રિલીઝ

English summary
Sister Abhaya Murder Case: CBI court sentenced life imprisonment to accused.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X