ઉત્તરપ્રદેશઃ ગંગા જળ લઈને જતા કાવડિયાઓને ટ્રકે કચડ્યા, 6ના મોત, 1ની હાલત ગંભીર

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં શનિવારે એક ભયાનક અકસ્માત થયો હતો.

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં શનિવારે એક ભયાનક અકસ્માત થયો હતો. આગ્રા રોડ પર બધર ગામ નજીક એક ઝડપી ટ્રકે કાવડિયા મુસાફરોના જૂથને ટક્કર મારી હતી. ટ્રકે ટક્કર મારતાં 6 કાવડિયાઓના મોત થયા હતા. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી હતી. આગ્રા મેડિકલ કોલેજમાં તેની સારવાર ચાલી રહી છે.

Kanwar devotees

કાવડ યાત્રીઓ મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી હતા. આ અકસ્માત હાથરસના NH-93ના સાદાબાદ પોલિસ સ્ટેશન પાસે થયો હતો. આ અકસ્માત શનિવારે સવારે 2.15 કલાકે થયો હતો. કાવડિયાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘાયલોની આગ્રા મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. હરિદ્વારથી ગંગાનું પાણી લઈને કાવડિયાઓ પાછા ગ્વાલિયર પરત ફરી રહ્યા હતા.

આગ્રા ઝોનના એડીજી રાજીવ કૃષ્ણાએ જણાવ્યુ કે હાથરસના સદાબાદ પોલિસ સ્ટેશનમાં આજે સવારે લગભગ 2.15 વાગ્યે એક ટ્રકે કાવડિયાઓના જૂથને કચડી નાખ્યુ. ટ્રકની ટક્કરથી છ કાવડ ભક્તોના મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. તે પોતાના કાવડિયા જૂથ સાથે હરિદ્વારથી ગ્વાલિયર જઈ રહ્યા હતા. પોલિસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યુ કે ઘટનાની તપાસ ચાલી રહી છે. અમને ડ્રાઇવર વિશે માહિતી મળી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X