For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દતિયાના રતન માતા મંદિરમાં નાસભાગ, 6ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 ઓક્ટોબર: મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના રતનગઢમાં રતન માતા મંદિરમાં નવરાત્રિ પર્વના આજે અંતિમ દિવસે માતાના દર્શન માટે હજારોની સંખ્યામાં પહોંચેલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચતાં ઓછામાં ઓછા 6 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં છે અને લગભગ 50થી વધુ ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઇજાગ્રસ્તોમાં 20 લોકોની હાલત ગંભીર છે.

પોલીસના જણાવ્યા અનુસાર નવરાત્રિ પર્વના આજે અંતિમ દિવસે સવારથી રતનગઢ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. પોલીસે મંદિર તરફ આગળ વધી રહેલા શ્રદ્ધાળુમાં વ્યવસ્થા બનાવી રાખવા માટે સામાન્ય બળ પ્રયોગ કરવામાં આવ્યો તો નાસભાગ મચી ગઇ અને બધા લોકો સિંધ નદી સ્થિત પુલ તરફ દોડ્યા. આ દરમિયાન રેલિંગ તૂટી ગઇ અને કેટલાક શ્રદ્ધાળુઓ નદીમાં પડી ગયા. નાસભાગ દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ કચડાઇ ગયા હોવાની માહિતી મળી છે.

stampede

નાસભાગમાં મૃત્યું પામેલા અને ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓ વિશે હજુ સુધી કોઇ આધિકારીક જાણકારી આપવામાં આવી નથી. ઘટનાસ્થળ પર રાહત તથા બચાવ કાર્ય ચાલુ છે. જિલ્લા વહિવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓના પહોંચ્ય બાદ કોઇ આધિકારીક સૂચના મળવાની સંભાવના નથી.

નાસભાગ બાદ જિલ્લા વહિવટી તંત્રના બધા વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળ માટે રવાના થઇ ચૂક્યા છે તથા નદીમાં મરજીવાઓ ડૂબેલા લોકોને શોધવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધી પાંચ લોકોની લાશ મળી છે, પરંતુ 20 થી 25 લોકો ગુમ છે. લગભગ 50 લોકો આ નાસભાગ ઘાયલ થયા હોવાની સૂચના છે. વહિવટી તંત્ર દ્વારા મંદિર તરફ લોકોને જતાં અટકાવવામાં આવતાં મંદિર તરફના માર્ગ પર વાહનોની લાંબી કતાર લાગી ગઇ છે.

English summary
More than 50 pilgrims were killed and over 100 injured in a stampede at Ratangarh temple in Datia district of Madhya Pradesh on Sunday morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X