For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્મૃતિ ઇરાનીના શિક્ષણ અંગે ચૂંટણી સોગંદનામામાં વિરોધાભાસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 મે : દેશના નવા માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની ગ્રેજ્યુએટ નહીં હોવા છતાં તેમને આ મંત્રાલય સોંપાયું છે તેવી કોંગ્રેસના નેતા અજય માકને શરૂ કરેલી કાગારોળમાં હવે આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે. વિવાદ શમવાને બદલે વધારે જોર પકડી રહ્યો છે.

લેખિકા મધુ કિશ્વર ત્યાં સુધી કહી ચૂક્યા છે કે 'તેમણે નાલાયક જેવું ધોરણ 12 એવી રીતે પાસ કર્યું છે કે તેમને બીજી કોલેજમાં પ્રવેશ પણ મળી શક્યો નથી. તેઓ બે વખત ચૂંટણી હાર્યા છે. મોદી લહેરમાં પણ તેઓ ચૂંટણી જીતી શક્યા નથી. આવા નેતા જેમણે સ્નાતક સુધીનું શિક્ષણ પણ પુરું કર્યું નથી તેમને દેશનું શિક્ષણ મંત્રાલય ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી તે અયોગ્ય છે.'

આ વિવાદમાં ભાજપના નેતાઓ સ્મૃતિ ઇરાનીના પડખે આવી ગયા છે અને તેમના બચાવમાં એક પછી એક દલીલો રજૂ કરી રહ્યા છે. ત્યારે સ્મૃતિ ઇરાનીનું વાસ્તવિક શિક્ષણ કેટલું છે તે અંગે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.

સ્મૃતિ ઇરાનીએ ચૂંટણી લડતા સમયે ચૂંટણી પંચમાં નોંધાવેલા સોગંદનામાની સરખામણી કરીએ તો તેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં વાસ્તવિકતા શું છે તે સ્વયં સ્મૃતિ ઇરાની જ જણાવી શકે છે. કયા સોગંદનામામાં સ્મૃતિ ઇરાનીએ શિક્ષણ અંગેની કઇ વિગતો જણાવી તે આગળ સ્લાઇડમાં જોઇએ...

વિરોધાભાસ કયા સોગંદનામામાં છે?

વિરોધાભાસ કયા સોગંદનામામાં છે?

સ્મૃતિ ઇરાનીએ વર્ષ 2004 અને વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પોતાના સોગંદનામામાં પોતાના શિક્ષણ બાબતે વિરોધાભાસી માહિતી આપી હતી.

વર્ષ 2004માં શું લખ્યું હતું?

વર્ષ 2004માં શું લખ્યું હતું?

વર્ષ 2004માં ચાંદની ચોકમાંથી ચૂંટણી લડતા સમયે સ્મૃતિ ઇરાનીએ દાવો કર્યો હતો કે તેમની પાસે સ્નાતકની ડિગ્રી છે. તેમણે 'બીએ 1996, દિલ્હી યુનિવર્સિટી (ડિસ્ટન્સ લર્નિંગ) એમ લખ્યું હતું.'

વર્ષ 2014માં શું લખ્યું હતું?

વર્ષ 2014માં શું લખ્યું હતું?

વર્ષ 2014માં અમેઠીથી રાહુલ ગાંધી સામે ચૂંટણી લડેલા સોગંદનામામાં સ્મૃતિ ઇરાનીએ લખ્યું હતું કે 'બેચલર ઓફ કોમર્સ - પાર્ટ 1', સ્કૂલ ઓફ ઓપન લર્નિંગ, દિલ્હી યુનિવર્સિટી, 1994.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે?

સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે?

સુપ્રીમ કોર્ટે વર્ષ 2012માં નિર્યણ સંભળાવ્યો હતો કે સોગંદનામામાં ખોટી માહિતી આપવા બદલ કોઇ પણ ઉમેદવારની ઉમેદવારી રદ થઇ શકે છે.

સ્મૃતિ ઇરાની શા માટે ચૂપ?

સ્મૃતિ ઇરાની શા માટે ચૂપ?

મહત્વની બાબત એ છે કે સમગ્ર પ્રકરણ વેગ પકડી રહ્યું છે ત્યારે સ્પષ્ટતા કરવાને બદલે સ્મૃતિ ઇરાની ચૂપ છે. તેઓ શા માટે ચૂપ છે તે એક રહસ્ય છે.

English summary
Smriti Irani's election affidavits show paradox in education information
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X