For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરપોર્ટ VIP લોન્જમાં મળ્યો 6 ફૂટ લાંબો ઝેરીલો સાપ

પુડુચેરી હવાઈમથક પર ત્યારે હડકંપ મચી ગયો, જયારે એરપોર્ટના વીઆઈપી લોન્જમાં 6 ફૂટ લાંબો ઝેરીલો સાપ જોવા મળ્યો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પુડુચેરી હવાઈમથક પર ત્યારે હડકંપ મચી ગયો, જયારે એરપોર્ટના વીઆઈપી લોન્જમાં 6 ફૂટ લાંબો ઝેરીલો સાપ જોવા મળ્યો. એરપોર્ટના વીઆઈપી લોન્જમાં ઝેરીલો સાપ કાઉચની નીચે ફન ફેલાવીને બેઠો હતો. એરપોર્ટ લોન્જમાં સાપ હોવાની ખબર મળતા જ ત્યાં અફરાતફરી મચી ગયી.

snake was found in the VIP lounge

એરપોર્ટ લોન્જમાં તે સમયે એરપોર્ટ ઔરથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓની બેઠક ચાલી રહી હતી. બેઠક દરમિયાન એક અધિકારીની નજર કાઉચ નીચે બેસેલા 6 ફૂટ લાંબા ઝેરીલા સાપ પર પડી. સાપ મળ્યાની ખબર મળતા જ એરપોર્ટ લોન્જ તરત ખાલી કરવામાં આવ્યો. એરપોર્ટની એક મહિલા કર્મચારીએ ડંડાની મદદથી સાપને ભગાડવાની કોશિશ કરી પરંતુ તે સફળ રહી નહીં.

એરપોર્ટમાં હાજર રહેલા એક પોલીસ કોન્સ્ટેબલ અને બાકીના કર્મચારીઓની મદદથી સાપને પકડી લેવામાં આવ્યો. આ સાપને વનવિભાગના અધિકારીને હવાલે કરી દેવામાં આવ્યો. વનવિભાગના અધિકારીઓ ઘ્વારા જણાવ્યા અનુસાર સાપ ખુબ જ ઝેરીલો હતો. તેની ઓળખ વાઈપર તરીકે થઇ છે, જે ખુબ જ ઝેરીલો હોય છે. એટલું જ નહીં પરંતુ સાપ પકડવા માટે પુડુચેરી ઇન્ડિયા રિઝર્વ બટાલિયન તરફ થી કોન્સ્ટેબલ ડી થિયાગોને તેની બહાદુરી માટે ઇનામ પણ આપવામાં આવ્યું. જયારે મહિલા કર્મચારી જેને ડંડા ઘ્વારા સાપને ત્યાંથી ભગાડવાની કોશિશ કરી હતી તેને પણ સમ્માનિત કરવામાં આવી છે.

English summary
A highly venomous snake was found in the VIP lounge of Puducherry airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X