For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૈન સંતના આગમન પર લોકોની ભીડ એકઠી થઈ, સોશિયલ ડિસ્ટેન્સિંગની ધજ્જિયાં ઉડી

જૈન સંતના આગમન પર લોકોની ભીડ એકઠી થઈ, સોશિયલ ડિસ્ટેન્સિંગની ધજ્જિયાં ઉડી

|
Google Oneindia Gujarati News

બંડાઃ કોરોના વાયરસ સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 75 હજાર સુધી પહોંચી ગયો છે. જો મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં અત્યાર સુધી આ વાયરસના 3986 મામલ સામે આવી ચૂક્યા છે અને 225 લોકોના આ વાયરસને કારણે મોત નિપજ્યાં છે. તેવા સમયે આખા દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, જો કે મધ્ય પ્રદેશમાં લૉકડાઉનની અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોની ખુલ્લેઆમ ધજ્જિયાં ઉડાવવામાં આવી છે.

social destancing

કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે દેશભરમાં લૉકડાઉન 3.0 લાગૂ છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ પર જોર આપવામાં આવી રહ્યું છે, ત્યારે મધ્ય પ્રદેશના બંડાથી બુધવારે જે તસવીર સામે આવી છે, તેમાં સોશિયલ ડિસ્ટેન્સિંગની ધજ્જિયાં ઉડતી જોવા મળી રહી છે. અહીં એક જૈન સંતના આગમન પર સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલી લોકોની ભીડ ઉમટી પડી છે.

ન્યૂજ એજન્સી એએનઆઈના હવાલેથી એક તસવીર સામે આવી છે, જેમાં હજારોની સંખ્યામાં પુરુષો અને મહિલાઓ સંત પ્રમાણસાગર અને તેના શિષ્યોની આસપાસ જોવા મળી શકે છે. આ મામલે સાગરના એએસપીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટેન્સિંગના પ્રોટોકોલના આધારે કલમ 144ના આદેશનું સ્પષ્ટ રૂપે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે સાગર જિલ્લામાં અત્યાર સુધી કોવિડ 19ના 10 મામલા સામે આવી ચૂક્યા છે અને આ વાયરસથી એક શખ્સનુ મોત થઈ ચૂક્યું છે.

અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 1813 લોકોના મોતઅમેરિકામાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 1813 લોકોના મોત

English summary
social distancing big flog in madha pradesh on arival of jain monk
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X