For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી ખર્ચમાં જોડવામાં આવશે સોશિયલ મીડિયા પરની 'નેતાગીરી'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ઓક્ટોબર: ભારતીય ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં ઇંટરનેટ ખાસ કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ સામે કમર કસી લીધી છે. પંચે મુખ્ય ચૂંટણીપંચ અધિકારીઓ અને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય રાજનૈતિક દળોને આજે મોકલેલા પત્રમાં કહેવાયું છે કે ચૂંટણી સંબંધી તમામ કાયદા અન્ય સંચાર માધ્યમોની જેમ સોશિયલ મીડિયા પર પણ લાગુ પડશે.

ઉમેદવારોને ફોર્મ 26માં પોતાના ટેલિફોન નંબરો અને ઇમેઇલ આઇડી ઉપરાંત સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ જાણકારી આપવી પડશે. સોશિયલ મીડિયા હેઠળ વિકીપીડિયા, ટ્વિટર, યૂ ટ્યૂબ, ફેસબુક અને આ પ્રકારની અન્ય ઇન્ટરનેટ વેબસાઇટ ઉપરાંત એપ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પંચે પોતાના પત્રમાં કહ્યું કે ઉમેદવાર અને રાજનૈતિક દળો સંબંધિત અધિકારીઓને પ્રમાણન વગર પોતાની ચૂંટણી પ્રચાર સામગ્રી સોશિયલ મીડિયા સાઇટ સહિત ઇન્ટરનેટ પર જ મૂકી શકશે. તેણે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા સહિત ઇંટરનેટ પર ચૂંટણી પ્રચારમાં થનાર ખર્ચને ઉમેદવારના ખર્ચમાં નાખવામાં આવશે.

election commission
પત્રમાં ઉમેદવારો અને રાજનૈતિક દળોને સૂચિત કરવામાં આવ્યા કે તેઓ સોશિયલ મીડિયા સહિત ઇંટરનેટ દ્વારા પ્રચાર પર થનાર ખર્ચને પોતાના હિસાબ-કિતાબમાં સામેલ કરવામાં આવે. તેમાં ઇંટરનેટ કંપનીયો અને વેબસાઇટોને જાહેરાત માટે આપવામાં આવતા ધન, પ્રચાર સામગ્રીના નિર્માણનું ખર્ચ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવવા માટે રાખવામાં આવેલા કર્મચારીઓના પગાર પણ સામેલ હોવા જોઇએ.

પંચે સ્પષ્ટ કરી દીધું છે કે આદર્શ ચૂંટણી આચાર સંહિતાના પ્રાવધાન સોશિયલ મીડિયા સહિત ઇન્ટરનેટ પર પણ લાગૂ પડશે. તેને એવી ફરિયાદ પણ મળી છે કે ઉમેદવાર અને રાજનૈતિક દળ ચૂંટણી પ્રચાર માટે નકલી સોસિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. આ મુદ્દાથી વ્યાવહારિક રીતે નિપટવા માટે તે સંચાર અને સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયનીસાથે ચર્ચા વિચારણા કરી રહી છે.

English summary
Election Commission directs candidates to declare social media accounts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X