For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પોતાના પિતાની લાશને બાઈક પર લઇ જવા મજબુર દીકરો

દેશને આઝાદ થયાને 70 વર્ષથી વધુ સમય થયો છે, પરંતુ આજે પણ એવા ઘણા લોકો છે જે મૂળ સુવિધાઓથી દૂર છે.

|
Google Oneindia Gujarati News

દેશને આઝાદ થયાને 70 વર્ષથી વધુ સમય થયો છે, પરંતુ આજે પણ એવા ઘણા લોકો છે જે મૂળ સુવિધાઓથી દૂર છે. ઓડિશાના નબરંગપુર જિલ્લામાં એક યુવકે પિતાના મૃતદેહને લઈ જવા માટે કાર ન મળતાં લચારીમાં મોટરસાયકલ પર પિતાનો મૃતદેહ લઈ જવુ પડ્યું હતું. આ ઘટના નબરંગપુર જિલ્લાના કુદુમધા ગામની છે જ્યાં લોકી સંતાને 20 કિલોમીટર સુધી બાઇક પર પિતાની લાશ સાથે ગામ જવું પડ્યું હતું કારણ કે તેમને શવ ગાડી આપવાની ના પાડી હતી.

video viral

મળતી માહિતી મુજબ, લોકીના પિતા બાલી સંતા બીમાર હતા અને ઝારીગાંવ બ્લોકના બંસીબંધા ગામમાં તેના સંબંધીના ઘરે ગયા હતા, તેઓ અહીં પરંપરાગત સારવાર માટે પહોંચ્યા હતા. પરંતુ જ્યારે તેની હાલત વધુ વણસી ગઈ ત્યારે એમ્બ્યુલન્સને તેમને હોસ્પિટલમાં લઈ જવા બોલાવવામાં આવી. પરંતુ જ્યારે એમ્બ્યુલન્સ તેના ઘરે પહોંચી ત્યારે બાલીનું મોત નીપજ્યું હતું. બાલીના પુત્ર લોકીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ સાંજે બંસીબંધા પહોંચ્યા જેથી મૃતદેહને ગામમાં પાછો લાવી શકાય અને પિતાનો અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે.

આ પણ વાંચો: પૂરથી રાજસ્થાન બેહાલ, આર્મી બોલાવાઈ, 16 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ

લોકી ગામ પહોંચ્યો ત્યારે તેને શવ ગાડી આપવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ તેને મોટર સાયકલ પર પિતાની લાશ સાથે ગામ પહોંચવાની ફરજ પડી હતી. રસ્તામાં જ્યારે મીડિયા વ્યક્તિએ તેને જોયો ત્યારે તેણે સૂચન કર્યું કે તે તેના પિતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં લઈને જાય. મળતી માહિતી મુજબ બાલીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ બાદ તેના પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો છે.

English summary
Son forced to take his father's body on a bike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X