For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂરથી રાજસ્થાન બેહાલ, આર્મી બોલાવાઈ, 16 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ

પૂરથી રાજસ્થાન બેહાલ, આર્મી બોલાવાઈ, 16 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સતત થઈ રહેલ વરસાદે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના હાલ-બેહાલ કરી દીધા છે, જ્યારે દેશના બીજા રાજ્યોમાં પણ આજે ભારે વરસાદની આશંકા છે, ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પૂર્વી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરતા રેડ અલર્ટ જાહેર કર્યું છે, રાજસ્થાનમાં પૂરને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મદદ માટે સેનાને બોલાવવી પડી છે. પૂરથી પ્રભાવિત જિલ્લામાં રાહત અભિયાનોમાં મદદ માટે સેનાએ પોતાની આઠ ટીમ તહેનાત કરી છે.

યૂપીના 16 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ

યૂપીના 16 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ

જ્યારે હવામાન વિભાગે યૂપીના 16 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે કન્નૌજ, લખીમપુર ખીરી, સીતાપુર, લખનઉ, રાયબરેલી, અમેઠી, સુલ્તાનપુર, બારાબંકી, ગોંડા, બહરાઈચ, શ્રાવસ્તી, સિદ્ધાર્થનગર, સંત કબીર નગર, અયોધ્યા, બસ્તી, આંબેડકરનગર અને તેની આજુબાજુના વિસ્તારોામં મધ્યથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

મધ્ય પ્રદેશના 11 જિલ્લામાં રેડ અલર્ટ

મધ્ય પ્રદેશના 11 જિલ્લામાં રેડ અલર્ટ

એટલું જ નહિ એમપીના 11 જિલ્લામાં પણ ભારે વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે, આ જિલ્લા છે- નીમચ, મંદસૌર, ઉજ્જૈન, રતલામ, શાજાપુર, આગર, રાજગઢ, ધાર, ઝાબુઆ અને અલીરાજપુર, જ્યારે દેવાસ, સીહોર, ઈન્દોર, અશોકનગર, મુરૈના, શ્યોપુર, ગુના, શિવપુરી, ખરગોન, બડવાની, ખંડવા અને બુરહાનપુર જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાક સુધી વરસાદથી રાહતની કોઈ સંભાવના નથી.

આ વિસ્તારોમાં પણ થશે વરસાદ

આ વિસ્તારોમાં પણ થશે વરસાદ

આમ તો આજે ઉત્તરાખંડ, હિમાલયની આજુબાજુના વિસ્તારો, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ, આસામ, મેઘાલય, તમિલનાડુ, પોંડીચેરી, આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદની આશંકા છે.

વિજળી પડવાની પણ આશંકા

વિજળી પડવાની પણ આશંકા

બિહાર, ઝારખંડ અને ઓરિસ્સાના કેટલાય વિસ્તારોમાં તેજ હવાની સાથે વરસાદ થવાની સંભવના પણ છે. આ વિસ્તારોમાં વિજળી પડવાની પણ સંભાવના જતાવવામાં આવી છે, એવામાં લોકોને સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે.

દિલ્હીમાં આવું મોસમ રહેશે

દિલ્હીમાં આવું મોસમ રહેશે

દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં કાલે કેટલાય વિસ્તારોમાં સવારે જ હળવો વરસાદ શરૂ થઈ ગયો, હવામાન વિભાગ મુજબ દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં આજે પણ હળવો વરસાદ થઈ શકે છે.

પેટ્રોલ અને ડીઝલમાં ફરી ભાવ વધારો, જાણો આજની કિંમતપેટ્રોલ અને ડીઝલમાં ફરી ભાવ વધારો, જાણો આજની કિંમત

English summary
Heavy rain alert for flood in Rajasthan, 16 districts on alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X