For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુગ્રામઃ જજના પુત્રનું ઈલાજ દરમિયાન મોત, દાન કર્યા પુત્રના અંગ, ગનરે મારી હતી ગોળી

આજે સવારે મેદાંતા હોસ્પિટલમાં ગુરુગ્રામના અધિક સેશન જજ કૃષ્ણકાંત શર્માના પુત્ર ધ્રુવે દમ તોડી દીધો. તેનો છેલ્લા 10 દિવસોથી હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો.

|
Google Oneindia Gujarati News

આજે સવારે મેદાંતા હોસ્પિટલમાં ગુરુગ્રામના અધિક સેશન જજ કૃષ્ણકાંત શર્માના પુત્ર ધ્રુવે દમ તોડી દીધો. તેનો છેલ્લા 10 દિવસોથી હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. 18 વર્ષના ધ્રુવને પહેલેથી જ ડૉક્ટરોએ બ્રેઈન ડેડ ઘોષિત કરી દીધો હતો. તેણે આજે સવારે 4 વાગે હંમેશા માટે દુનિયાને અલવિદા કહી દીધી.

આ પણ વાંચોઃ ત્રિપુરામાં મોટો રોડ અકસ્માત, 29 જવાન ઘાયલ, બે ની હાલત ગંભીરઆ પણ વાંચોઃ ત્રિપુરામાં મોટો રોડ અકસ્માત, 29 જવાન ઘાયલ, બે ની હાલત ગંભીર

જજ કૃષ્ણકાંત શર્માના ગનરે મારી ગોળી

જજ કૃષ્ણકાંત શર્માના ગનરે મારી ગોળી

તમને જણાવી દઈએ કે જજ કૃષ્ણકાંત શર્માના ગનર મહિપાલે 13 ઓક્ટોબરના રોજ જાહેરમાં બજાર વચ્ચે જજના પુત્ર અને પત્નીને ગોળી મારી દીધી હતી. જજની પત્નીની તો તે દિવસે જ મોત થઈ ગઈ હતી. વળી, ધ્રુવને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

પુત્રને બ્રેઈન ડેડ ઘોષિત કરી દીધો હતો

પુત્રને બ્રેઈન ડેડ ઘોષિત કરી દીધો હતો

જ્યાં ડૉક્ટરોએ તેને બ્રેઈન ડેડ ઘોષિત કરી દીધો હતો. જો કે ડૉક્ટરોની એક આખી ટીમ ધ્રુવના ઈલાજમાં લાગેલી હતી પરંતુ તમામ કોશિશો છતાં ધ્રવને બચાવી શકાયો નહોતો.

જજે પોતાના પુત્ર ધ્રુવના અંગ દાન કર્યા

જજે પોતાના પુત્ર ધ્રુવના અંગ દાન કર્યા

આ બધા છતાં જજે પોતાના પુત્ર ધ્રુવના ઓર્ગન્સ ડોનેટ કરી દીધા છે. હવે અલગ અલગ જરૂરિયાતવાળા લોકોને ધ્રુવના ઓર્ગન્સ લગાવવામાં આવશે. આ પહેલા જજે પોતાની પત્નીના મોત બાદ તેમનું અંગદાન કર્યુ હતુ.

ગનર મહિપાલ છેલ્લા દોઢ વર્ષોથી જજનો પીએસઓ હતો

ગનર મહિપાલ છેલ્લા દોઢ વર્ષોથી જજનો પીએસઓ હતો

તમને જણાવી દઈએ કે મહિપાલ છેલ્લા દોઢ વર્ષોથી જજનો પીએસઓ હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યુ કે તે જજના પરિવારને માર્કેટમાં છોડીને જતો રહ્યો હતો. તે ઘણી વાર પછી પાછો આવ્યો. આના પર જજની પત્નીએ તેને વઢ્યુ તો મહિપાલને ગુસ્સો આવી ગયો અને તેણે જજના પરિવાર પર ગોળીઓ ચલાવી દીધી.

આ પણ વાંચોઃ કોંગ્રેસનું 2019 માં પોતાના દમ પર સત્તામાં આવવુ મુશ્કેલઃ સલમાન ખુર્શીદઆ પણ વાંચોઃ કોંગ્રેસનું 2019 માં પોતાના દમ પર સત્તામાં આવવુ મુશ્કેલઃ સલમાન ખુર્શીદ

English summary
Son of Gurugram judge shot by security guard dies after 10 days of struggle, Judge Krishan Kant has donated Dhruv's organs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X