For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાલી ફોગાટ મોત મામલે નવો એંગલ, પોલિસને હરિયાણાના ઘરેથી મળી 3 ડાયરીઓ, જાણો શું છે તેમાં

ભાજપ નેતા અને ટિકટૉક સ્ટાર સોનાલી ફોગાટના મૃત્યુ કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભાજપ નેતા અને ટિકટૉક સ્ટાર સોનાલી ફોગાટના મૃત્યુ કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. ગોવા પોલીસે શુક્રવારે હરિયાણાના હિસારમાં સોનાલી ફોગાટના ઘરે જઈને ત્યાં તપાસ હાથ ધરી હતી. ગોવા પોલીસને સોનાલીના હરિયાણાના ઘરમાંથી ત્રણ ડાયરી મળી છે જેને પોલીસે જપ્ત કરી લીધી છે. પોલીસ સર્ચ ટીમે સોનાલીના બેડરૂમ, કબાટ અને પાસવર્ડ પ્રોટેક્ટેડ લૉકરની તપાસ કરી હતી. પોલીસે સોનાલી ફોગાટના ઘરનુ લૉકર પણ સીલ કરી દીધુ છે. ગોવા પોલીસની એક ટીમ સાથે થોડા દિવસો પહેલા હિસાર ગયેલા ગોવા પોલીસના ઇન્સ્પેક્ટર થેરોન ડી'કોસ્ટાએ જણાવ્યુ હતુ કે અમે હજુ પણ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ.

શું છે સોનાલીની એ 3 ડાયરીમાં?

શું છે સોનાલીની એ 3 ડાયરીમાં?

સૂત્રોના જણાવ્યા મુજબ મળી આવેલી ડાયરીઓમાં સોનાલી ફોગાટના અંગત સહાયક સુધીર સાંગવાન દ્વારા આપવામાં આવેલા નાણાંનો રેકોર્ડ છે. સોનાલી ફોગાટે હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં રોકાણ કરેલા પૈસાનો પણ ડાયરીમાં ઉલ્લેખ છે. ડાયરીમાં સોનાલી ફોગાટની આવક અને ખર્ચનો પણ ઉલ્લેખ છે.આ ઉપરાંત કેટલાક રાજકારણીઓના નામ અને નંબરો છે. સોનાલી ફોગાટ માટે કામ કરનારા કેટલાક અમલદારોના નામ પણ ડાયરીમાં નોંધાયેલા છે.

ગોવા પોલીસે શું કહ્યુ?

ગોવા પોલીસે શું કહ્યુ?

સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ માટે ગોવા પોલીસના ઇન્સ્પેક્ટર થેરોન ડી'કોસ્ટા થોડા દિવસ પહેલા હરિયાણાના હિસાર આવ્યા હતા. થેરોન ડી'કોસ્ટાની ટીમ હરિયાણા પોલીસ સાથે સોનાલીના ઘરની તપાસ કરવા ગઈ હતી. ડાયરી પુનઃપ્રાપ્ત કર્યા પછી ઇન્સ્પેક્ટર થેરોન ડી'કોસ્ટાએ કહ્યુ, 'અમે હજુ પણ આ મામલાની વધુ તપાસ કરી રહ્યા છીએ. જ્યારે અમે તપાસ પૂર્ણ કરીશુ ત્યારે જ કોઈ નિષ્કર્ષ પર આવી શકાશે.'

'ઈલેક્ટ્રોનિક લૉકર ના ખુલ્યુ પોલીસથી...'

'ઈલેક્ટ્રોનિક લૉકર ના ખુલ્યુ પોલીસથી...'

સોનાલી ફોગાટના ભાઈ વતન ઢાકાએ જણાવ્યુ હતુ કે, 'મને સવારે ગોવા પોલીસનો ફોન આવ્યો હતો. જેમાં અમારા સંત નગર એપાર્ટમેન્ટની બીજી એક સર્ચ કરવા વિનંતી કરવામાં આવી હતી. જ્યાં તેઓએ શુક્રવારે લગભગ ત્રણ કલાક વિતાવ્યા હતા. પોલીસે સોનાલી ફોગાટનુ લૉક સીલ કરી દીધુ છે. સર્ચ પછી તેઓ ત્રણ ડાયરીઓ તેમની સાથે લઈ ગયા હતા.' સોનાલી ફોગાટના જીજાજી અમન પુનિયાએ પણ કહ્યુ કે ઇલેક્ટ્રોનિક લૉકર ન ખુલવાને કારણે સીલ કરવામાં આવ્યુ હતુ.

English summary
Sonali Phogat case: Police recovered 3 diaries from her Haryana residence, know what was there inside it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X