For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પી ચિદમ્બરમને મળવા તિહાર જેલ પહોંચ્યા સોનિયા ગાંધી અને મનમોહન સિંહ

સોમવારે કોંગ્રેસની વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પી ચિદમ્બરમને મળવા તિહાર જેલ પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

આઈએનએક્સ મીડિયા કેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ ગઈ 5 સપ્ટેમ્બરથી તિહાર જેલમાં બંધ છે, ગુરુવારે અદાલતે તેમની ન્યાયિક કસ્ટડી 3 ઓક્ટોબર સુધી વધારવામાં આવી હતી. વળી, સોમવારે કોંગ્રેસની વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પી ચિદમ્બરમને મળવા તિહાર જેલ પહોંચ્યા.

manmohan-sonia

સોમવારે સવારે લગભગ 9 વાગે સોનિયા ગાંધી અને મનમોહન સિંહ તિહાર જેલ પહોંચ્યા જ્યાં તેમણે ચિદમ્બરમ સાથે મુલાકાત કરી. સોમવારે પી ચિદમ્બરના પુત્ર કાર્તિ પણ તિહાર જેલ પહોંચ્યા હતા. સીબીઆઈ 305 કરોડ રૂપિયાની કથિત ધાંધલીની તપાસ કરી રહ્યા છે જેમાં ફૉરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડમાંથી આઈએનએક્સ મીડિયાને વિદેશી રોકાણ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ કેસ 2007નો છે જ્યાં ચિદમ્બર મનમોહન સરકારમાં નાણામંત્રી હતા. આ કેસમાં સીબીઆઈએ 15 મે, 2017ના રોજ એફઆઈઆર નોંધાવી હતી.
આ પહેલા 14 દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ ચિદમ્બરમે ગુરુવારે વિશેષ અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ચિદમ્બરના વકીલ કપિલ સિબ્બલે ન્યાયિક કસ્ટડીનો સમય વધારવાના સીબીઆઈના અનુરોધનો વિરોધ કર્યો. સિબ્બલે અદાલતને અનુરોધ કર્યો કે તેમના ક્લાયન્ટ ન્યાયિક કસ્ટડી દરમિયાન તિહાર જેલમાં રહીને સમયે સમયે મેડીકલ તપાસ તથા પૂરતી માત્રામાં પૂરક ખોરાક પૂરો પાડવામાં આવે.

તેમણે કહ્યુ કે ચિદમ્બરમને ઘણી બિમારીઓ છે અને કસ્ટડીમાં તેમનુ વજન પણ ઘટી ગયુ છે. વળી, સિબ્બલની દલીલો પર સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતાનો પક્ષ રાખતા કહ્યુ કે જેલના નિયમોનુ પાલન થઈ રહ્યુ છે. આ કેસને સેન્સેશનલ બનાવવાની કોશિશ કરવામાં ન આવે. જો પી ચિદમ્બરમને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો તે તિહાર જેલમાં અરજી કરી શકે છે અથવા મને જણાવી શકે છે.

આ પણ વાંચોઃ હાઉડી મોદીમાં પીએમ મોદીએ લગાવ્યુ ભાષા વિવાદ પર વિરામ, કહી દીધી આ ખાસ વાતઆ પણ વાંચોઃ હાઉડી મોદીમાં પીએમ મોદીએ લગાવ્યુ ભાષા વિવાદ પર વિરામ, કહી દીધી આ ખાસ વાત

English summary
sonia gandhi and manmohan singh likely to visit p chidambarm in tihar jail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X