પૂર પીડિતોને એક મહિનાનું વેતન દાન કરે કોંગ્રેસી સાંસદ: સોનિયા

કોંગ્રેસ મહાસચિવ તથા પાર્ટીના સંચાર વિભાગના પ્રમુખ અજય માકને અત્રે જણાવ્યું કે સોનિયાએ પણ સાંસદો સાથે સ્થાનિય ભંડોળમાંથી દસ-દસ લાખ રૂપિયા આપવા પણ જણાવ્યું છે.
તેમણે જણાવ્યું કે કોંગ્રેસ સચિવ સંજય કપૂરને દેહરાદૂન મોકલવામાં આવ્યો છે. તે કોંગ્રેસ સેવાસદનના પ્રમુખની સાથે મળીને વિભિન્ન સ્થાનોથી ઉત્તરાખંડમાંથી પૂરપીડિતો માટે આવનાર રાહત સામગ્રી અને એકત્રીકરણ તથા વિતરણનું કાર્ય સોંપવામાં આવશે.
માકને જણાવ્યું કે ઉત્તરાંખડ પ્રદેશ કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં એક નિયંત્રણ કક્ષ બનાવવામાં આવ્યો છે. જ્યાંથી કૂદરતી રાહત અભિયાનમાં પાર્ટીના પ્રયાસોનું સમન્વયન તથા નિયંત્રણ કરવામાં આવશે. માકને જણાવ્યું કે બધા જ રાજ્યો કોંગ્રેસ સમિતિને ઉત્તરાખંડ માટે વધુમાં વધું રાહત પેકેજ સામગ્રી મોકવાનું કહેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
