For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીજી રાષ્ટ્રપિતા અને સોનિયા ગાંધી રાષ્ટ્રમાતા?

By Super
|
Google Oneindia Gujarati News

sonia-gandhi
ભોપાલ, 7 નવેમ્બરઃ કોંગ્રેસના સરઘસ જ્યારે રોડ પર નીકળે છે, તો સોનિયા ગાંધી જીંદાબાદના નારા લગાવનારા લોકોનું જૂનુન જોઇને તમે પણ દંગ રહી જશો. એવુ જૂનુન કે જાણે કે પાર્ટી પ્રમુખ માટે જાન પણ આપી દે, પરંતુ હદ તો ત્યારે થઇ ગઇ, જ્યારે કોંગ્રેસીઓએ સોનિયા ગાંધીને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપી દીધો.

જો દેશના વિદેશમંત્રી સલમાન ખુર્શીદ સોનિયા ગાંધી માટે પોતાની જાન આપી શકે છે, તો આ કાર્યકર્તાઓનું શું કહેવું. થયું એમ કે ભોપાલમાં કોંગ્રેસી નેતા કાંતિલાલ ભૂરિયાએ પોતાના એક ભાષણમાં કહ્યું કે મહાત્મા ગાંધી દેશના રાષ્ટ્રપિતા ચે તો સોનિયા ગાંધી રાષ્ટ્રમાતા. તેમણે કહ્યું, '' જે રીતે મહાત્મા ગાંધીએ મોટા-મોટા પદ ઠુકરાવ્યા છે અને હંમેશા સાધારણ વ્યક્તિ તરીકે રહ્યાં છે, તે જ પ્રકારે સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી પદ ઠુકરાવીને દેશ સેવા કરી રહ્યાં છે.''

જો કે, તેમા કોઇ શંકા નથી કે આ માત્ર ચાપલુસી માટે જ કહેવામાં આવ્યું છે. સમાચાર છે કે મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં મોટા પરિવર્તન ટૂંક સમયમાં થવાના છે. તેવામાં જે નેતા આલાકમાનને સૌથી વધારે માખણ લગાવશે, તેને ઘી-કેળા મળશે. હવે જોવાનું એ છે કે ભૂરિયાને ઘી-કેળાના રૂપમાં શું મળે છે.

આમ તો આ મામલે પ્રતિક્રિયા આપવાની શરૂઆત થઇ ચૂકી છે. અખિલ ભારતીય અધિકાર સંગઠનના અધ્યક્ષ ડો. આલોક ચાંટિયાએ કહ્યું છે.'' દેશના સંવિધાન અનુસાર ભૂરિયાને બોલવાની સંપૂર્ણ આઝાદી છે, પરંતુ સોનિયા ગાંધીને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપીને તેમણે મહાત્મા ગાંધીની ગરિમાને ઓછી કરી નાંખી છે. મહાત્મા ગાંધીની તુલના વર્તમાન સમયના કોઇપણ નેતા સાથે કરવી અયોગ્ય છે. પછી તે દેશના પ્રધાનમંત્રી કેમ ના હોય.''

English summary
A Congressman in Bhopal has termed UPA chief Sonia Gandhi as Rashtra Mata means Mother of the nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X