For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની જીત પર સોનિયા ગાંધીઃ જનતાએ ભાજપના વિભાજનકારી એજન્ડાને પરાજિત કર્યો

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનની જીત પર સહયોગી દળો તેમજ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ અભિનંદન પાઠવ્યા.

|
Google Oneindia Gujarati News

ઝારખંડમાં ભાજપની સત્તા જતી રહી છે. મુખ્યમંત્રી રઘુવર દાસે રાજ્યપાલને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ છે. રાજ્યમાં હવે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના મહાગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનની જીત પર સહયોગી દળો તેમજ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ અભિનંદન પાઠવતા કહ્યુ કે રાજ્યની જનતાએ ભાજપના વિભાજનકારી એજન્ડાને પરાજિત કર્યો છે.

ઝારખંડની જનતાનો આભાર માન્યો

ઝારખંડની જનતાનો આભાર માન્યો

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનની જીત પર સહયોગી દળો તેમજ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા રહ્યુ કે રાજ્યની જનતાએ ભાજપના વિભાજનકારી એજન્ડાને પરાજિત કર્યો છે. સોનિયાએ કોંગ્રેસ-ઝામુમો-રાજદ ગઠબંધનમાં વિશ્વાસ વ્યક્ત કરવા માટે ઝારખંડની જનતાનો આભાર માન્યો. તેમણે હેમંત સોરેન, બધા સહયોગી પક્ષો અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા.

આ જીત બહુ ખાસ છે

આ જીત બહુ ખાસ છે

સોનિયા ગાંધીએ કહ્યુ કે આ જીત બહુ ખાસ છે અને સમકાલીન મહત્વની છે. ભાજપના વિભાજનકારી એજન્ડાને પરાજિત કરવા માટે ઝારખંડના લોકો વિશેષ આભાર તેમજ અભિનંદનના હકદાર છે. તેમણે કહ્યુ લોકોએ આ જનાદેશથી સમાજને જાતિ તેમજ ધર્મના આધારે વહેંચવાના ભાજપના પ્રયાસને પરાજિત કર્યો.

આ પણ વાંચોઃ સરયુ રાયે આ બે પૂર્વ CMને જેલ મોકલવામાં નિભાવી હતી મહત્વની ભૂમિકા, જાણો રસપ્રદ વાતોઆ પણ વાંચોઃ સરયુ રાયે આ બે પૂર્વ CMને જેલ મોકલવામાં નિભાવી હતી મહત્વની ભૂમિકા, જાણો રસપ્રદ વાતો

દેશવ્યાપી પ્રદર્શન વચ્ચે ઝારખંડની ચૂંટણીનું પરિણામ

દેશવ્યાપી પ્રદર્શન વચ્ચે ઝારખંડની ચૂંટણીનું પરિણામ

નાગરકિતા સુધારા કાયદો(સીએએ) આવ્યા બાદ દેશવ્યાપી પ્રદર્શન વચ્ચે ઝારખંડની ચૂંટણીનું પરિણામ આવ્યુ છે. સીએએ આવ્યા બાદ રાજ્યમાં 48 સીટો પર મત પડ્યા હતા એટલા માટે આ ચૂંટણી પરિણામને સીએએ પર પણ આવેલા જનાદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ પરિણામની અસર નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી) વિશે ભાજપના વિચારો પર પણ પડી શકે છે.

English summary
Sonia gandhi on jharkhand result: People have defeated BJP's attempts to divide society on religious lines
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X