For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધીએ કહ્યુ ખેડૂતો માટે ‘કાળી દિવાળી', પાકના યોગ્ય ભાવ અપાવવા ખરો રાજધર્મ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર ફરીથી એક વાર નિશાન સાધતા કહ્યુ કે આ દિવાળી ખેડૂતો માટે કાળી દિવાળી છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર ફરીથી એક વાર નિશાન સાધતા કહ્યુ કે આ દિવાળી ખેડૂતો માટે કાળી દિવાળી છે. તેમણે મોદી સરકાર પર ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ ન આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ કે ભાજપ સરકારની નીતિઓના કારણે દેશના ખેડૂતો આજે કાળી દિવાળી મનાવવા મજબૂર છે. તેમણે એ પણ કહ્યુ કે સરકારનો અસલી રાજધર્મ એ છે કે ખેડૂતોને તેમની ઉપજનુ યોગ્ય મૂલ્ય મળે.

Sonia Gandhi

તેમણે કહ્યુ કે ભાજપ સરકારે ખેડૂતોને પડતર કિંમત સાથે 50 ટકાના ફાયદાનુ સમર્થન મૂલ્ય તરીકે આપવાનુ વચન આપ્યુ હતુ પરંતુ તેનાથી ઉલટુ કેન્દ્ર સરકારે દર વર્ષે ખેડૂતોના બદલે વચેટીયાઓ અને જમાખોરોને ફાયદો પહંચાડી રહી છે. લાખો ખેડૂતો બેહાલ છે. તેમણે કહ્યુ કે ખેડૂતોને યોગ્ય મસર્થન મૂલ્ય નથી મળી રહ્યુ. દિવાળીના તહેવારના દિવસે ખેડૂતો કાળી દિવાળી મનાવવા મજબૂર છે.
તેમણે કહ્યુ કે દેશની વિવિધ બજારોમાં ખરીફ પાકો સમર્થન મૂલ્યથી 8 ટકાથી લઈને 37 ટકા ઓછા ભાવમાં વેચાઈ રહ્યા છે.

ખરીફ પાકના વેચાણ મૂલ્યમાં 22.5 ટકાનો ઘટાડો આવ્યો છે. જેની અસર દેશના અન્નદાતાઓ પર થઈ રહ્યુ છે. દેશના ખેડૂતોને લગભગ 50 હજાર કરોડ રૂપિયાનુ નુકશાન થશે. તેમણે કહ્યુ કે ખેડૂતોનેમોદી સરકારની યોજનાઓ અને નિર્ણયોના કારણે દેશના ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા અને ખેતીના ઉત્પાદનોની નિકાસ ઘટી રહ્યુ છે. ભાજપ સરકારના કારણે ખેડૂતો પર બમણો માર પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ, પીએમ સહિત ઘણા નેતાઓએ આપી દેશવાસીઓને શુભકામના, પ્રિયંકા ગાંધીએ કહી ખાસ વાતઆ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ, પીએમ સહિત ઘણા નેતાઓએ આપી દેશવાસીઓને શુભકામના, પ્રિયંકા ગાંધીએ કહી ખાસ વાત

English summary
Congress president Sonia Gandhi alleged that farmers were being forced to celebrate a "black Diwali"
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X