
પંજાબમાં કોંગ્રેસના વિનાશ માટે જવાબદાર કોણ? સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદને આ જણાવ્યુ
નવી દિલ્લીઃ પાંચ રાજ્યોમાં થયેલી વિધાનભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારને લઈને પાર્ટી વર્કિંગ કમિટીની બેઠકમાં શું-શું થયુ હતુ તેના સમાચારો હવે બહાર આવી રહ્યા છે. કદાચ સોનિયા ગાંધીની અધ્યક્ષતા દરમિયાન આવુ પહેલી વાર થયુ છે જેમાં સીધી રીતે હાર માટે જવાબદાર લોકો તરફ ઈશારો કરીને આકરા સવાલ પૂછવામાં આવ્યા હોય. સૌથી રસપ્રદ મુદ્દો પંજાબમાં થયેલી પાર્ટીની દુર્ગતિનો છે. જેને ખુદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા જોઈ રહ્યા હતા. સીડબ્લ્યુસીની બેઠકમાં ગુલામ નબી આઝાદે આમાંથી કોઈનુ નામ તો નથી લીધુ પરંતુ સોનિયા ગાંધી વચમાં જ કૂદી પડ્યા અને ખૂબ રસપ્રદ અંદાજમાં ગુલામ નબી આઝાદના સવાલોના જવાબ આપવાની કોશિશ કરી.

રાહુલ-પ્રિયંકાને જવાબદાર ગણાવાથી બચવાની કવાયત
દર વખતની જેમ આ વખતે પણ પાંચ રાજ્યોમાં કોંગ્રેસના પરાજય પર મંથન માટે ગયા સપ્તાહે સોનિયા ગાંધીની આગેવાનીમાં એક બેઠક થઈ હતી જેમાં તેણે પાર્ટી અધ્યક્ષ હોવાના નાતે પૂરી જવાબદારી પોતાના ઉપર લઈ લીધી હતી. પરંતુ એનડીટીવીએ કોંગ્રેસની એ ઉચ્ચ સ્તરીય બેઠકમાં શામેલ એક પાર્ટી પદાધિકારીના હવાલાથી જે ખુલાસો કર્યો છે તેનાથી કોંગ્રેસના નેતૃત્વની લાચારી સાર્વજનકિ થઈ ગઈ છે. વાસ્તવમાં, કોંગ્રેસ પંજાબમાં સત્તામાં હતી અને ત્યાંની બાબતને છેલ્લા ઘણા મહિનાઓથી સંપૂર્ણપણે સોનિયા ગાંધીના દીકરા રાહુલ ગાંધી અને દીકરી પ્રિયંકા ગાંધી વાડ્રા સીધા હેન્ડલ કરી રહ્યા હતા. રિપોર્ટ મુજબ પંજાબમાં કારમી હારની જવાબદારી જે અંદાજમાં સોનિયાએ સીધી પોતાના માથે લીધી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તે પોતાના બાળકોને બચાવવા માંગે છે.

પંજાબમાં સત્તામાંથી બહાર થઈ કોંગ્રેસ
કોંગ્રેસે પંજાબમાં ચૂંટણીના અમુક મહિના પહેલા પોતાના કદાવર ચહેરા કેપ્ટન અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદથી હટાવી દીધા અને તેમની જગ્યાએ ચરણજીત સિંહ ચન્નીની તાજપોશી કરાવી. આ પહેલા કેપ્ટનના કટ્ટર વિરોધી આખાબોલા નવજોત સિંહ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવીને બેસાડી દીધા હતા. કેપ્ટને ઘણી વાર તેમની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ બધા નિર્ણયો પાછળ સીધા રાહુલ અને પ્રિયંકા ગાંઘીનો હાથ માનવામાં આવે છે. પરંતુ જ્યારે વિધાનસભામાં ચૂંટણી થઈ તો પાર્ટી સત્તામાં બહાર થઈ ગઈ એટલુ જ નહિ પરંતુ 117 સીટોવાળી વિધાનસભામાં તેના ધારાસભ્યોની સંખ્યા 77માંથી ઘટીને માત્ર 18 પર સમેટાઈ ગઈ.

પંજાબમાં કોંગ્રેસના 'વિનાશ' માટે જવાબદાર કોણ?
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીના 60થી વધુ મોટા નેતાઓની હાજરીમાં પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદે સોનિયાને પંજાબની દુર્ગતિને લઈને અમુક આકરા સવાલો પૂછવાની હિંમત બતાવી. એ બેઠકમાં હાજર કોંગ્રેસના એક નેતાના જણાાવ્યામુજબ આઝાદે સીધા સવાલ કર્યા કે પંજાબમાં કોંગ્રેસના 'વિનાશ' માટે જવાબદાર કોણ છે? ચૂંટણીના ત્રણ મહિના પહેલાથી અમરિંદર સિંહની જગ્યાએ ચરણજીત સિંહ ચન્નીને બદલવાનો નિર્ણય કોણે લીધો? નવજોત સિંહ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ કોણે નિયુક્ત કર્યા જે કોંગ્રેસ પર સતત રનિંગ કમેન્ટ્રી કરતા રહ્યા?

સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદને આ જણાવ્યુ
માનવામાં આવી રહ્યુ છે કે આઝાદના સવાલોનો ઈશારે રાહુલ અને પ્રિયંકા તરફ હતો કે જે બેઠક દરમિયાન હાજર પણ હતા. પરંતુ કહેવામાં આવી રહ્યુ છે કે સોનિયાએ આઝાદને વધુ સવાલો કરવાથી રોકી દીધા અને તેમને કહ્યુ કે એવા સવાલો ના કરો અથવા કોઈનુ નામ ના લો. આ સાથે જ તેમણે કહ્યુ કે પંજાબમાં બધા નિર્ણય તેમણે(સોનિયા ગાંધી)એ જ લીધા અને તે આની સંપૂર્ણ જવાબદારી લે છે. કોંગ્રેસ સૂત્રના જણાવ્યા મુજબ સોનિયાએ 'જવાબદારી લીધી' તો આઝાદે તેમનો આભાર માન્યો. આઝાદ કોંગ્રેસના એ જી-23 સમૂહના નેતાઓમાં શામેલ છે જે છેલ્લા લગભગ દોઢ વર્ષથી અસંતુષ્ટ છે, પાર્ટીમાં સુધારાની માંગ કરી રહ્યા છે પરંતુ પાર્ટીએ અત્યાર સુધી તેમની માંગ પ્રત્યો કોઈ ઠોસ ગંભીરતા બતાવી નથી.