સોનિયા ગાંધી લેશે રાજકારણમાંથી નિવૃત્તિ!

નવી દિલ્હી, 9 ઓક્ટોબર: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પોતાની રાજકિય કારકિર્દી પર અંકુશ લગાવવા જઇ રહી છે. એક પુસ્તકે દાવો કર્યો છે કે સોનિયા ગાંધી 2016માં 70 વર્ષની થઇ જશે અને તેઓ પાર્ટીમાંથી નિવૃત્તિ લઇ લેશે.

રાશિદ કિદવાઇના પુસ્તક '24 અકબર રોડ' અનુસાર સોનિયા ગાંધીએ પોતે ગયા વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ પોતાના જન્મદિવસના અવસરે પાર્ટીના નેતાઓને આ જાણકારી આપી હતી. સોનિયાની આ ઇચ્છા સાંભળીને કોંગ્રેસના તમામ નેતાઓ સુન્ન રહી ગયા હતા. ગભરાયેલા નેતાઓએ સોનિયાને રાહુલ ગાંધીને પાર્ટીમાં મોટી જવાબદારી સોંપવાનો આગ્રહ કર્યો. પુસ્તકમાં આગળ લખ્યું છે કે ત્યારથી જ કોંગ્રેસે રાહુલને મનાવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, પરંતુ ત્યારે રાહુલ માન્યા નહીં.

sonia gandhi
પુસ્તક અનુસાર વડાપ્રધાન મનમોહન સિંહે એકવાર ફરી રાહુલને મંત્રિમંડળમાં સામેલ કરાવાનો આગ્ર કર્યો. તેમણે રાહુલને કેબિનેટમાં સામેલ કરવા અને ફરી પાર્ટીમાં નંબર 2નું પદ સ્વીકારવા માટે જોર કર્યું. વડાપ્રધાનના સમજાવ્યા બાદ રાહુલ પાર્ટીમાં નંબર 2નું પદ સ્વીકારવા માટે રાજી થયા. ત્યાર બાદ 19 જાન્યુઆરીના રોજ જયપુરના 'ચિંતન શિબિર'માં તેમને ઉપાધ્યક્ષ દ્વારા નવાજમાં આવ્યા.

પુસ્તકમાં એક કોઇ કોંગ્રેસી નેતાનો હવાલો આપની કહેવાયું છે કે રાહુલના વાસ્તવિક પ્રભાવની જાણ તેમની નીતિઓ, યોજનાઓ અને કાર્યપ્રણાલી દ્વારા જ જાણી શકાશે.

કિદવઇના જણાવ્યા અનુસાર રાહુલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ બની ચૂક્યા હોય તેમ છતાં સોનિયા ગાંધીના રિટાયરમેન્ટના સમાચારે કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી દીધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X