સોનિયા-મોદીની સાથે રાહુલ પણ એશિયાના ટોપ-5 પ્રભાવશાળીમાં સામેલ

નવી દિલ્હી, 7 એપ્રિલ: કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એશિયાની 100 પ્રભાવશાળી હસ્તિઓની લિસ્ટમાં ટોપ ફાઇવમાં સામેલ છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગ આ લિસ્ટમાં નંબર વન છે.

ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રમુખ શી એશિયન એવોર્ડ્સ લિમિટેડ 2014 દ્વારા પ્રકાશિત વર્ષ 2014ના 100 સૌથી વધારે પ્રભાવશાળી એશિયાઇ લોકોની સૂચિમાં પહેલા સ્થાન પર છે. 100 લોકોની આ સૂચિમાં નરેન્દ્ર મોદી ચોથા સ્થાન પર છે. ત્યારબાદ રાહુલ ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહનો સમાવેશ થાય છે.

જ્યારે ચીનના વડાપ્રધાન લી ક્વિંગ ત્રીજા સ્થાન પર છે. આ ઉપરાંત દસ પ્રભાવશાળી લોકોમાં હોંગકોંગના ઉદ્યોગપતિ સર લિ કા શિંગ, સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ બાન કી મૂન, જાપાની વડાપ્રધાન શિંજો અબે, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પાર્ક ગુએન હી છે. કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમ સૂચિમાં 11માં સ્થાને છે. જ્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 19માં સ્થાન પર છે. પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ અશ્ફાક કયાની 18માં સ્થાન પર છે. ભારતીય વ્યાપારી મુકેશ અંબાણી 21માં અને બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીના 22માં સ્થાને છે.

જ્યારે પ્રભાવશાળી લોકોમાં ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચનને સૂચિમાં 63માં સ્થાન પર જગ્યા મળી છે. જ્યારે રજનીકાંતને 66માં નંબર પર આમિર ખાન 68માં સ્થાને છે. અભિનેત્રી ઐશ્વર્યા રાય 84માં સ્થાને, સલમાન ખાન 98માં અને ક્રિકેટ કપ્તાન એમ એસ ધોની 99માં નંબર પર છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ટોપ પ્રભાવશાળી ભારતીયો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 4 ક્રમે છે.

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી

ટોપ પ્રભાવશાળી એશિયનમાં સોનિયા ગાંધીનો નંબર આવે છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

ટોપ પ્રભાવશાળી એશિયનમાં રાહુલ ગાંધીનો નંબર આવે છે.

મનમોહન સિંહ

મનમોહન સિંહ

ટોપ પ્રભાવશાળી એશિયનમાં મનમોહન સિંહનો નંબર આવે છે.

પી. ચિદમ્બરમ

પી. ચિદમ્બરમ

કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમ સૂચિમાં 11માં સ્થાને છે.

પ્રણવ મુખર્જી

પ્રણવ મુખર્જી

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 19માં સ્થાન પર છે.

મુકેશ અંબાણી

મુકેશ અંબાણી

ભારતીય વ્યાપારી મુકેશ અંબાણી 21માં સ્થાને છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

જ્યારે પ્રભાવશાળી લોકોમાં ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચનને સૂચિમાં 63માં સ્થાન પર જગ્યા મળી છે.

રજનીકાંત

રજનીકાંત

જ્યારે સાઉથના સુપર હીરો રજનીકાંત 66માં નંબર પર આવે છે.

આમિર ખાન

આમિર ખાન

જ્યારે આમિર ખાન 68માં નંબર પર છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

અભિનેત્રી ઐશ્વર્યા રાય 84માં સ્થાને આવે છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન 98માં નંબર પર છે.

એમ એસ ધોની

એમ એસ ધોની

ક્રિકેટ કપ્તાન એમ એસ ધોની 99માં નંબર પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X