For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેઠીમાં સોનિયા, રાહુલ, પ્રિયંકાના વિરોધની આશંકા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sonia-rahul
રાયબરેલી, 8 નવેમ્બર: મિશન 2014ના ચૂંટણીના શંખને ફૂંકવા માટે યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બુધવારે પહોંચી રહ્યાં છે. જ્યાં તેઓ કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. પરંતુ મળતી માહિતી મુજબ અમેઠીમાં સોનિયાનો વિરોધ થઇ શકે છે.

લોકલ ઇન્ટેલિજન્સના એક અધિકારીએ વન ઇન્ડિયા સાથે ફોન પર થયેલી વાતચીતમાં ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના કેટલાક કાર્યકર્તાઓ અમેઠીમાં સોનિયા-રાહુલના કાફલાને રોકવાનો પ્રયત્ન કરશે. જો કે આ સૂચના બાદ પોલીસે કડક સુરક્ષાની વ્યવસ્થા કરી છે. વિરોધનું કારણ પ્રિયંકા ગાંધી રોબર્ટ વાઢેરા વિરૂદ્ધ ડીએલએફ મુદ્દે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો અગાઉ ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના પ્રમુખ અરવિંદ કેજરીવાલે રોબર્ટ વાઢેરા વિરૂદ્ધ કેટલાક મોટા ખુલાસા કર્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે તેમાંથી એક પણ માટે તાત્કાલિક કાર્યવાહી કરી નથી.

જો કે અમેઠીના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી શહેરના વિકાસ કાર્યોની તપાસ કરશે, લોકોને મળશે અને કાર્યકર્તાઓ સાથે ખાસ મુલાકાત કરશે. પ્રિયંકા ગાંધી તેમની સાથે એ માટે આવી છે કારણ કે 2014ની ચૂંટણીમાં અમેઠીમાં ચૂંટણી પ્રચાર-પ્રચારની ડોર તેમના હાથમાં હશે. રણનિતીને શરૂથી સમજવા માટે તે અહી આવી છે.

English summary
UPA chairperson and Congress president Sonia Gandhi, her son Rahul Gandhi and daughter Priyanka Vadra will on Thursday visit the family pocket borough of Amethi-Rae Bareli in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X