For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુગ્રામઃ નાઈટ ક્લબ પાર્ટી કરવા ગયેલ આફ્રિકી મહિલા સાથે રેપ, ઓટો ડ્રાઈવરની ધરપકડ

ગુરુગ્રામઃ નાઈટ ક્લબ પાર્ટી કરવા ગયેલ આફ્રિકી મહિલા સાથે રેપ, ઓટો ડ્રાઈવરની ધરપકડ

|
Google Oneindia Gujarati News

ગુરુગ્રામઃ દિલ્હીથી નજીક ગુરુગ્રામમાં એક આફ્રીકી મહિલા સાથે કથિત રીતે ઓટો ડ્રાઈવરે રેપ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટના સામે આવ્યા બાદ પોલીસે આરોપી ઓટો ચાલકની ધરપકડ કરી લીધી છે. પોલીસને મળેલ જાણકારી મુજબ ગુરુવારે મોડી રાત્રે ગુરુગ્રામના શીતલા કોલોનીમાં ઘટના બની, જ્યારે મહિલા સહારા મોલમાં એક નાઈટ ક્લબ પાર્ટીથી પરત ફરી રહી હતી.

પાર્ટી કરવા ગઈ હતી

પાર્ટી કરવા ગઈ હતી

પાર્ટીથી પરત ફરી રહેલ મહિલાએ સહારા મૉલથી ગુરુ દ્રૌણાચાર્ય મેટ્રો સ્ટેશન માટે ઓટો લીધો. જે બાદ આરોપી ચાલક સદ્દામ અને તેનો મિત્ર સંતોષ તેને પોતાના ભાડાના મકાનમાં લઈ ગયા અને તેનો રેપ કર્યો. મહિલાનું યૌન ઉત્પીડન કર્યા બાદ આરોપીઓએ તેને કોઈને પણ આ વિશે ન જણાવવાની ધમકી દીધી. હરિયાણા પોલીસ મુજબ મહિલાએ બાદમાં સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો અને ઘટનાની જાણકારી આપી.

ઓટો ડ્રાઈવરે રેપ કર્યો

ઓટો ડ્રાઈવરે રેપ કર્યો

જે બાદ પોલીસની ટીમે સર્વિલાંસની મદદથી ઓટો ચાલક સદ્દાની ધરપકડ કરી લીધી અને સંતોષને પણ પોલીસે દબોચી લીધો. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે જેથી સ્પષ્ટ થઈ શકે કે આરોપીઓએ અગાઉ પણ આવી ઘટનાઓને અંજામ તો નથી આપ્યો. પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

CM અમરિંદર સિંહે સ્વીકાર્યુ સિદ્ધુનુ રાજીનામુ, પંજાબ કોંગ્રેસમાં હલચલ CM અમરિંદર સિંહે સ્વીકાર્યુ સિદ્ધુનુ રાજીનામુ, પંજાબ કોંગ્રેસમાં હલચલ

બંનેની ધરપકડ

બંનેની ધરપકડ

જણાવી દઈએ કે ગુરુગ્રામમાં યૌન ઉત્પીડનની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવા કેટલાય મામલા સામે આવી ચૂક્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આવી ઘટનાઓને રોકવામાં પોલીસ હજુ પણ નાકામ સાબિત થઈ છે. જેને કારણે મહિલાઓ રાત્રે ઘરેથી બહાર નિકળવામાં પણ એકવાર વિચારે છે કે તે સેફ છે કે નહિ. બીજી તરફ પોલીસ કહેતી રહી છે કે મહિલાઓની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે, પરંતુ જમીની સ્તર પર એવું કંઈ નથી દેખાઈ રહ્યું.

English summary
south african women raped in gurgaon, 2 accused arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X