For Quick Alerts
For Daily Alerts
રોડ અકસ્માતમાં સપા નેતા સહિત પાંચ લોકોના મોત
નાગપુર, 26 જૂન: ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટીના નેતા સહિત પાંચ લોકોના મોત નિપજ્યાં છે. આજે સવારે લગભગ 50 કિલોમીટર દૂર કાંદિવલી ગામ નજીક એક રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે. દુર્ઘટનામાં અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સપા નેતા નરેશ કુમાર યાદવ જ્યારે પોતાના પરિવારજનો સાથે નાગપુરથી જઇ રહ્યાં હતા ત્યારે આજે બપોરે તેમની ગાડી સાઇડ પર ઉભેલા ટ્રક સાથે ટકરાઇ હતી જેથી આ અકસ્માત સર્જાયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે મૃત્યું પામેલા અન્ય લોકોની ઓળખ થઇ શકી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેશ કુમાર યાદવના ડ્રાઇવર સહિત અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. તેમને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં છે.