Video: મૈનપુરીમાં સપા નેતાની કારને ટ્રકે મારી ટક્કર, 500 મીટર સુધી ઢસડી, ખોફનાક વીડિયો વાયરલ

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં સપા નેતાની કારને ટ્રક ચાલકે ટક્કર મારી હતી. જેનો ખોફનાક વીડિયો વાયરલ થયો હતો.

મૈનપુરીઃ ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં સપા નેતાની કારને ટ્રક ચાલકે ટક્કર મારી હતી. મૈનપુરીમાં સપાના જિલ્લા અધ્યક્ષ દેવેન્દ્ર સિંહ યાદવની કારને ટ્રકે માત્ર ટક્કર મારી હતી એટલુ જ નહિ પરંતુ તેમની કારને રસ્તા પર 500 મીટર સુધી ઢસડી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રક ડ્રાઈવર કારને આગળ ઢસડી રહ્યો છે. આ દરમિયાન લોકોએ ટ્રક ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મૈનપુરીના એસપી કમલેશ દીક્ષિતે જણાવ્યુ કે સપા નેતાની કારને ટ્રકે ટક્કર માર્યા બાદ તેને 500 મીટર સુધી ઢસડવામાં આવી હતી. ટ્રક ડ્રાઈવરની ઈટાવાથી ધરપકડ કરવામાં આવી છે. મામલાની તપાસ ચાલી રહી છે.

accident

રાહતની વાત એ છે કે દેવેન્દ્ર સિંહ યાદવ આ હુમલામાં બચી ગયા હતા. પોલિસે આરોપી ટ્રક ચાલકની અટકાયત કરી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. આ માર્ગ અકસ્માત છે કે પછી કોઈ સુનિયોજિત કાવતરુ છે તે જાણવા પોલિસે પ્રયાસો શરૂ કર્યા છે. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યુ કે વાહનને 500 મીટરથી વધુ સુધી ઢસડવામાં આવ્યુ હતુ. આરોપીને પકડી લેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે સપાના જિલ્લા અધ્યક્ષ દેવેન્દ્ર સિંહ યાદવ પાર્ટી ઑફિસથી ઘરે પરત ફરી રહ્યા હતા. ઘટના સમયે ઘણા લોકો રસ્તા પર હાજર હતા. જેમણે તેમની મદદ કરી તેમને કારમાંથી બહાર કાઢ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X