For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ બી અને રાજની મિત્રતાથી સમાજવાદી પાર્ટી નાખુશ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 26 ડિસેમ્બર: 5 વર્ષ બાદ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે એક સાથે મંચ પર દેખાયા. બંનેની વચ્ચેના મતભેદો ખતમ થઇ ગયા છે.

રાજ અને અમિતાભ એકબીજાને ગળે શું મળ્યા સમાજવાદી પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઇ. સપાની પ્રદેશ સમિતિએ રાજ અને અમિતાભની મિત્રતા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મહાનાયક અમિતાભ બચ્ચન અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે વચ્ચેની સમજૂતી પર સપાએ ટિકા ટિપ્પણી કરવાનું શરૂ કરી દીધું છે.

sp
સપા દ્વારા રાજ્યમાં લગાવવામાં આવેલા એક બેનર થકી પોતાની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે શું આ અમિતાભ બચ્ચનની રાજ ઠાકરે સાથે મિત્રતા છે, અથવા ઉત્તર ભારતીયો સાથેનો વિશ્વાસઘાત છે? સપાના પ્રદેશ અધ્યક્ષ અને વિધાયક અબૂ અસીમ આઝમીએ જણાવ્યું કે અમિતાભ દ્વારા રાજ ઠાકરે સાથે ફરી મિત્રતા કરવી ચોંકાવનારી બાબત છે, એ પણ એવા રાજ ઠાકરે સાથે જેણે મનસે દ્વારા રાજ્યમાં ઉત્તર ભારતીયોને કેટલા બધા હેરાન કરવામાં આવ્યા.

સપા નેતા આઝમીએ જણવ્યું કે મનસેનો ઉત્તર ભારતીયો પ્રત્યેનું વલણ હજી પણ બદલાયું નથી. મનસેએ અમિતાભની ફિલ્મોના વિરુધ્ધ પ્રદર્શન કર્યું કારણ તેઓ એક ઉત્તર ભારતીય છે. અહીં સુધી કે અમિતાભના ઘર પર પથ્થરમારો પણ કર્યો... આ તમામ ઘટનાઓ છતાં અમિતાભ રાજ ઠાકરે સાથે મિત્રતા કરે છે, તો તે ઉત્તર ભારતીઓનું અને રાજ્યમાં બહારથી આવેલા લોકો સાથેનો વિશ્વાસઘાત છે. સપા નેતાએ જણાવ્યું કે અમિતાભ અને મનસેની વચ્ચે આ નવા ગઠબંધનથી વ્યક્તિગત સ્વાર્થની ગંધ આવી રહી છે.

bachchan
English summary
The Samajwadi Party state unit has criticised the recent patch-up between Bollywood mega-star Amitabh Bachchan and Maharashtra Navnirman Sena chief Raj Thackeray.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X