ગુજરાત સીરિયલ બ્લાસ્ટના આરોપીની દિલ્હીથી ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

દિલ્હી પોલીસે ગણતંત્ર દિવસ પહેલાં એક મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ કર્યું છે. પોલીસની સ્પેશ્યિલ સેલે દિલ્હીમાં આતંક ફેલાવવાનું ષડયંત્ર રચીને બેઠેલા આતંકવાદીની ધરપકડ કરી છે. આ આતંકીની ઓળખાણ ઇન્ડિયન મુજાહિદ્દીનના અબ્દુલ સુભાન કુરૈશી તરીકે થઇ છે. સુભાન 2008ના ગુજરાત બોમ્બ વિસ્ફોટનો આરોપી છે. અબ્દુલ કુરૈશી મોસ્ટ વોન્ટેડ આતંકી હતો. કુરૈશીને દિલ્હી પોલીસની સ્પેશ્યિલ સેલ વચ્ચે થયેલ ગોળીબાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અનુસાર, તે દિલ્હીમાં કોઇ મોટા ષડયંત્રને પાર પાડવા આવ્યો હતો.

Abdul Subhan Qureshi

અબ્દુલ કુરૈશી એન્જિનિયર છે અને બોમ્બ બનાવવામાં હોંશિયાર ગણાય છે. દિલ્હી પોલીસની સ્પેશ્યિલ સેલને આ આતંકી દિલ્હીમાં હોવાની જાણકારી મળી હતી. આ પહેલાં ત્રણ આતંકી દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં છુપાયેલા હોવાની ખબર મળી હતી. એ પછી રાજધાનીને હાઇ એલર્ટ પર મુકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 26 જુલાઇ, 2008ના રોજ શહેરમાં એક પછી એક 19 બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 56 લોકોનું મૃત્યુ થયું હતું અને 238 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બોમ્બ વિસ્ફોટોની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીને સ્વીકારી હતી.

English summary
Special Cell of Police arrested Abdul Subhan Qureshi of SIMI-IM arrested after a brief exchange of fire.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.