For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો વતન કેરળ પહોંચી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 5 જુલાઇ : આજે બપોરે ઇરાકથી ખાસ વિમાનમાં લાવવામાં આવેલી ભારતીય નર્સો સવારે મુંબઇ પહોંચ્યા બાદ ત્યાંથી બીજા વિમાનમાં બેસીને બપોરે કોચી એરપોર્ટ પહોંચી હતી. પોતાના માદરે વતન હેમખેમ પહોંચવાની ખુશી તેમના ચહેરા પર ઝળકી રહી હતી. તેમના પરિવારને જોઇએ કેટલીક નર્સોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

આજે બપોરે અંદાજે 12.30ની આસપાસ એર ઇન્ડિયાનું વિમાન કોચી એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અહીં મોટી સંખ્યામાં નર્સોના પરિવાજનોએ એકઠા થયા હતા. પાછી ફરેલા નર્સોનો પરિવારજનો સાથે મેળાપ થતા કોચી એરપોર્ટ પર લાગણી સભર દૃશ્યો સર્જાયા હતા.

જયારાની નામની એક નર્સે ઇરાકની સ્થિતિ વર્ણવતા ANIને જણાવ્યું , ઇરાકમાં ભારતીય નર્સો અને ખાસ કરીને કેરાલાની નર્સોને ખૂબ સમ્માન અપાય છે. પરંતુ હવે તે સુરક્ષિત નથી, મારી માટે પણ નહીં મારા બાળકો માટે પણ નહી.

અપડેટ

આજે છેવટે ઇરાકમાં છેલ્લા કેટલાય દિવસોથી ફસાયેલી અને મોતના મુખમાંથી પાછી આવેલી ભારતીય નર્સો ખાસ વિમાનમાં મુંબઇ પહોંચી છે. આ વાતથી કેરળમાં હાંશકારો થયો છે.

ભારતીય નર્સોની સાથે ઈરાકના હિંસાગ્રસ્ત શહેરોમાં અનેક દિવસો સુધી ફસાઈ ગયા બાદ ઉગ્રવાદીઓએ મુક્ત કરાયેલા અન્ય 84 ભારતીય નાગરિકોને પણ ભારત પરત લાવવામાં આવ્યા છે. ભારતીયોને સ્વદેશ પાછાં લાવનાર એર ઈન્ડિયાનું ખાસ વિમાન આજે સવારે 9 વાગે મુંબઇના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહૌંચ્યું હતું.

એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ઈરાકના એરબિલ એરપોર્ટથી આજે સવારે ભારતીય સમય મુજબ લગભગ 4.30 કલાકે રવાના થયું હતું. વિમાન મુંબઈથી બપોરે કોચી પહોંચશે. વિમાન કોચીથી હૈદરાબાદ અને ત્યારબાદ દિલ્હી જશે.

ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરીયા (આઈએસઆઈએસ)ના સુન્ની ઉગ્રવાદીઓ તિરકિટ શહેરની હોસ્પિટલ પર હુમલો કરીને આ ભારતીય નર્સનું અપહરણ કરી ગયા હતા. પરંતુ ભારત સરકારે વાટાઘાટકારો સાથે વાટાઘાટ કર્યા બાદ ઉગ્રવાદીઓ તમામ નર્સને છોડી મૂકવા તૈયાર થયા હતા.

ત્યારબાદ ભારત સરકારે નર્સ ઉપરાંત ઈરાકના અન્ય શહેરોમાં ફસાઈ ગયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવા એર ઈન્ડિયાના ખાસ બોઈંગ 777 વિમાનને રવાના કર્યું હતું.

1

1

આજે બપોરે કેરળના કોચી એરપોર્ટ પર પહોંચેલી નર્સો

2

2

આજે બપોરે કેરળના કોચી એરપોર્ટ પર પહોંચેલી નર્સો

3

3

આજે બપોરે કેરળના કોચી એરપોર્ટ પર પહોંચેલી નર્સોએ પોતાના સંબંંધીઓને પોતાના સલામત રીતે પહોંચી જવાના સમાચાર આપ્યા હતા.

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો

આજે છેવટે ઇરાકમાં છેલ્લા કેટલાય દિવસોથી ફસાયેલી અને મોતના મુખમાંથી પાછી આવેલી ભારતીય નર્સો ખાસ વિમાનમાં મુંબ પહોંચી છે. આ વાતથી કેરળમાં હાંશકારો થયો છે.

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો

ભારતીય નર્સોની સાથે ઈરાકના હિંસાગ્રસ્ત શહેરોમાં અનેક દિવસો સુધી ફસાઈ ગયા બાદ ઉગ્રવાદીઓએ મુક્ત કરાયેલા અન્ય 84 ભારતીય નાગરિકોને પણ ભારત પરત લાવવામાં આવ્યા છે. ભારતીયોને સ્વદેશ પાછાં લાવનાર એર ઈન્ડિયાનું ખાસ વિમાન આજે સવારે 9 વાગે મુંબઇના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહૌંચ્યું હતું.

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો

ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરીયા (આઈએસઆઈએસ)ના સુન્ની ઉગ્રવાદીઓ તિરકિટ શહેરની હોસ્પિટલ પર હુમલો કરીને આ ભારતીય નર્સનું અપહરણ કરી ગયા હતા. પરંતુ ભારત સરકારે વાટાઘાટકારો સાથે વાટાઘાટ કર્યા બાદ ઉગ્રવાદીઓ તમામ નર્સને છોડી મૂકવા તૈયાર થયા હતા.

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો

એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ઈરાકના એરબિલ એરપોર્ટથી આજે સવારે ભારતીય સમય મુજબ લગભગ 4.30 કલાકે રવાના થયું હતું. વિમાન મુંબઈથી બપોરે કોચી પહોંચશે. વિમાન કોચીથી હૈદરાબાદ અને ત્યારબાદ દિલ્હી જશે.

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો

ત્યારબાદ ભારત સરકારે નર્સ ઉપરાંત ઈરાકના અન્ય શહેરોમાં ફસાઈ ગયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવા એર ઈન્ડિયાના ખાસ બોઈંગ 777 વિમાનને રવાના કર્યું હતું.

English summary
Finally special plane carrying Indian Nurses and citizens freed by militants in iraq lands in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X