હૈદ્રાબાદ: દુબઇ ભાગી રહેલા સટોડિયોની એરપોટ પરથી ધરપકડ
હૈદ્રાબાદ, 24 મે: હૈદ્રાબાદના આંતરરાષ્ટ્રીય હવાઇમથક પરથી દિલ્હી પોલીસની એક ટુકડીએ વધુ એક સટોડિયાની ધરપકડ કરી લીધી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ક્રિકેટમાં સટ્ટેબાજીના રેકેટ સંબંધમાં દિલ્હીની પોલીસ ટુકડીએ રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથાક પરથી યહયા મોહંમદ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. તેમને જણાવ્યું હતું કે પોલીસે જ્યારે યહયાની તે સમયે ધરપકડ કરી હતી જ્યારે તે દુબઇ જનાર વિમાનમાં જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
ક્રિકેટની દુનિયને હચમચાવી દેનાર આઇપીએલના સ્પૉટ ફિક્સિંગ કાંડમાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં આઇપીએલના ત્રણ ખેલાડી ચંદીલા, શ્રીસંત અને અંકિત ચૌહાણ ઉપરાંત પૂર્વ ખેલાડી અને 11 સટોડિયાનો સમાવેશ થાય છે.













Click it and Unblock the Notifications
