For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુમાંથી વધુ બે સટોડિયાની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mobile-computer
ચેન્નઇ, 24 મે: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં તાજેતરમાં સ્પૉટ ફિક્સિંગ કેસમાં નવા ઘટનાક્રમમાં તમિલનાડુ પોલીસે વધુ બે ક્રિકેટ સટોડિયાની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ રાજ્યમાંથી અત્યાર સુધીમાંથી સટોડિયાઓની સંખ્યા નવ થઇ ગઇ છે. આ જાણકારી પોલીસે શુક્રવારે આપી હતી. ક્રાઇમ બ્રાંચે બંને ધરપકડ કરેલા વ્યક્તિઓની ઓળખ ઉત્તમ સી જૈન ઉર્ફે કિટ્ટી તથા જસરાજ જૈન ઉર્ફે રાજાના રૂપમાં કરી છે. તેમને ગુરૂવારે ઝડપી પાડવામાં આવ્યાં હતા.

આ અંગે જાહેર કરવામાં આવેલા એક વ્યક્તવ્ય અનુસાર તેમને કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા અને તે સાથે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે. પોલીસના અનુસાર ઉત્તમ જૈનની ધરપકડ બાદ તપાસ દરમિયાન સટ્ટેબાજીના આ ધંધા અંગે નવા ખુલાસા થશે.

વકતવ્યમાં કહેવામાં આવ્યું છે કે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિઓ પાસેથી મોબાઇલના ફોનકોલનું વિવરણ તથા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ કરી રહી છે. આનાથી અમને તેમના સંપર્કીઓ વિશે જાણકારી મેળવવામાં મદદ મળશે. એક અન્ય સટોડિયા સંજય બાફનાની શોધ ચાલુ છે.

English summary
Tamil Nadu Police have arrested two more cricket bookies, taking the total number held so far to nine, police said on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X