શ્રીનગરઃ અથડામણમાં સેનાએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર માર્યા
શ્રીનગરઃ અથડામણમાં સેનાએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર માર્યા
ગુરુવારે મોડી રાતે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર ખાતે ભારતીય સેના અને લશ્કર-એ-તૈયબા વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, કલાકો ચાલેલા ઓપરેશન બાદ ભારતીય સેનાના જવાનોએ આતંકવાદી ગ્રુપ લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. નોંધનીય છે કે મળેલી બાતમીના આધારે સેના અને પોલીસે સંયુક્ત રૂપે શ્રીનગરના દાનમાર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન જેવી જ ઘેરાબંધી કરવી શરૂ કરી, છૂપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેનો જવાબ આપતાં સુરક્ષાદળોએ પણ ફાયરિંગ કર્યું, જેમાં બે આતંકવાદી ઠાર મરાયા છે, હજી ત્યાં વધુ આતંકવાદીઓ છૂપાયા હોવાના અહેવાલ મળ્યા છે. ઠાર મરાયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સંગઠન સાથે સંકળાયેલા છે.

આતંકવાદીઓનો ખાત્મો
જણાવી દઈએ કે ગત 7 જુલાઈએ પણ શ્રીનગરના હંદવાડામાં થયેલ એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોએ હિજ્બુલ મુજાહિદ્દીનના ટૉપ કમાંડર મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફ ઉબૈદને ઠાર માર્યો હતો, જણાવી દઈએ કે લાંબા સમયથી મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફ ઉબૈદની તલાશ હતી, તે કેટલાય મોટા આતંકી હુમલાઓમાં સામેલ હતો.

આપણા સુરક્ષાદળોની સફળતાઃ પોલીસ
બે દિવસ પહેલાં જ પુલવામા એન્કાઉન્ટરમાં લશ્કરના પાકિસ્તાની કમાંડર એજાજ ઉર્ફ અબુ હુરૈરા સહિત 3 આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા હતા, જેની પાસેથી ભારે માત્રામાં વિસ્ફોટક જપ્ત થયા હતા. આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરતાં આઈજીપી કાશ્મીરે કહ્યું કે આ આપણા સુરક્ષાદળોની મોટી સફળતા છે, એકેય આતંકવાદીઓને છોડવામાં નહી આવે અને આપણા જવાનો આતંકનો ખાતમો કરીને જ રહેશે.

આતંકવાદીઓના ખાત્મા માટે સંયુક્ત ઓપરેશન
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં સેંટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓના ખાત્મા માટે સંયુક્ત અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 200થી વધુ ખૂંખાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. મૃત આતંકવાદીઓમાં મોટાભાગના હિજબુલ મુજાહિદ્દીન સંગઠનના છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ જૂન 2020 મહિનામાં સૌથી વધુ 49 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા જ્યારે એપ્રિલ 2020માં સુરક્ષાદળોએ 28 આતંકવાદીઓને અને ઓક્ટોબર મહિનામાં 21 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ઘાટીને આતંક મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આ અભિયાન શરૂ કરાયું છે.












Click it and Unblock the Notifications
