For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇસરોનું મોટુ મિશનઃ સોમવારે સાંજે લોન્ચ થશે PSLV-C-20

By Super
|
Google Oneindia Gujarati News

PSLV
ચેન્નાઇ, 25 ફેબ્રુઆરીઃ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે સોમવારે સાંજે પીએસએલવી-સી-20નું લોન્ચ કરવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. આજે સાંજે 5.56 કલાકે ભારત ફ્રાન્સના સંયુક્ત ઉપગ્રહ સરલ સહિત સાત સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. સાત ઉપ્રગહોનું વહન કરનારા ભારતીય રોકેટમાં ઇંધણ ભરવાનું કામ પૂર્ણતાના આરે છે.

ઇસરોના 2013ના 10 અંતરિક્ષ અભિયાનોની શ્રેણીના પહેલા પ્રક્ષેપણના સાક્ષી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હશે.

44.4 મીટર લાંબા પોલર સેટેલાઇટ લોન્ચ પીએસએલવી-સી20 રોકેટ પોતાની સાથે 229.7 ટન વજન લઇ જશે. આ રોકેટ જે સાત ઉપગ્રહોને તેમની કક્ષામાં સ્થાપિત કરશે, તેમાં એક ભારત-ફ્રાસનું અને છ વિદેશી ઉપગ્રહ સામેલ છે.

સાતેય ઉપગ્રહોનું સમ્મિલિત વજન 668.5 કેજી છે. ઉડાન ભરવાથી લઇને પૃથ્વીથી 794 કિ.મી. દૂર અંતરિક્ષમા સાતેય ગ્રહોને છોડવાની સંપૂર્ણ પ્રક્ષેપણ પ્રક્રિયામાં અંદાજે 22 મિનિટનો સમય લાગશે.

આ પ્રક્ષેપણની સફળતાની સાથે ઇસરોના વિદેશી ઉપગ્રહોએ અંતરિક્ષમાં પહોંચાડવાનો આંકડો 35 થઇ જશે.

વર્ષ 1999માં ઇસરોએ પોતાના પીએસએલવી-સી2 રોકેટથી પૈસા લઇને ત્રીજા પક્ષના ઉપગ્રહોને અંતરિક્ષ સુધી પહોંચાડવાનું કામ શરૂ કર્યું હતું. ત્યારથી ભારત વિદેશી એજન્સીઓના માધ્યમથી વજનવાળા ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ કરતું આવ્યું છે. શરૂઆતમાં ઇસરોએ ત્રીજા પક્ષના ઉપગ્રહને પોતાના દૂર સંવેદી/પૃથ્વી પ્રેક્ષણ ઉપગ્રહ સાથે સહ યાત્રી તરીકે પીએસએલસી રોકેટને લઇ જવાનું શરૂ કર્યું હતું.

બાદમાં વર્ષ 2007માં ઇસરોએ એક ઇટાલિયન ઉપગ્રહ એગિલેને પૈસા લઇને પ્રક્ષેપિત કર્યું. વર્, 1975માં રશિયન રોકેટ સાથે આર્યભટ્ટને અંતરિક્ષમાં મોકલીને ભારતે અંતરિક્ષમાં ડગ માંડ્યો હતો અને ત્યારથી લઇને અત્યારસુધી દેશે પોતાના 100 અંતરિક્ષ અભિયાન પૂરા કર્યાં છે.

પીએસએલી-સી-20 સોમવારે 407 કીલો વજનવાળા ભારત-ફ્રાન્સ ઉપગ્રહ એસએઆરએલ(સેટેલાઇટ વિથ ઓરગોસ એન્ડ ઓલ્ટિકા)ને મુખ્ય સામાન તરીકે અને અન્ય છ ઉપગ્રહોને પીઠ પર રાખવામાં આવેલા સામાન તરીકે લઇ જશે. એસએઆરએલ ઉપગ્રહ સમુદ્રના લેવલની ઉંચાઇનું અધ્યયન કરશે અને તેનાથી પ્રાપ્ત થતાં આંકડા બન્ને દેશોને આપશે.

English summary
Isro 23rd Polar Satellite Launch Vehicle (PSLV) mission, the PSLV C20 is set to launch the Indo French satellite.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X