For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંકટ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં અચાનક વાદળ વરસ્યાં

કોરોના સંકટ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં અચાનક વાદળ વરસ્યાં

|
Google Oneindia Gujarati News

ગાઝિયાબાદઃ ગત કેટલાક દિવસથી તેજ ધૂપ અને ભીષણ ગરમી સહન કરી રહેલા દિલ્હી-એનસીઆરના લોકોને આજે રાહત મળી છે. દિલ્હી-એનસીઆરનું મોસમ અચાનક બદલાઈ ગયું છે. જોતજોતામાં આકાશ એકદમ કાળું થઈ ગયું અને ધૂળ ભરેલી ભયંકર આંધી ચાલવા લાગી. જે બાદ થયેલ વરસાદે મોસમને ઠુંડું કરી દીધું.

મોસમ વિભાગે પહેલા જ આને લઈ ચેતવણી આપી હતી

મોસમ વિભાગે પહેલા જ આને લઈ ચેતવણી આપી હતી

હવામાન વિભાગે પહેલા જ આને લઈ ચેતવણી આપી હતી. વિભાગે પૂર્વાનુમાનમાં જણાવ્યું હતું કે શનિવારે ગરમી વધુ પડશે, જે બાદ રવિવારે અચાનક મોસમમાં બદલાવ આવસે. હાલ દિલ્હી એનસીઆરમાં પશ્ચિમ વિક્ષોભની અસર જોવા મળશે. બુધવાર સુધી તેજ હવાઓની સાથે હળવા વરસાદની પણ સંભાવના છે. આગલા બે દિવસ સુધી 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિથી હવા ચાલશે.

મુઝફ્ફરનગરમાં વિજળી પડી

મુઝફ્ફરનગરમાં વિજળી પડી

જાણકારી મુજબ ભારે આંદી બાદ યૂપીના મુઝફ્ફરનગરમાં વિજળી પડી હોવાના અહેવાલ મળ્યા છે. જો કે કોઈપણ પ્રકારના નુકસાનની ખબર નથી.

ધૂળ ભરેલી આંધી સાથે વરસાદ

હવામાન વિભાગે કહ્યું હતું કે આ દરમિયાન વચ્ચે-વચ્ચે વરસાદ થતો રહેશે. વરસાદ અને આંધીના કારણે લોકોને ગરમીથી પણ રાહત મળશે. આ દરમિયાન અહીંના લોકોને બદલતા મોસમનો આનંદ લેવાનો મોકો મળશે.

શનિવાર વર્ષનો અત્યાર સુધીનો સૌથી વધુ ગરમ દિવસ

શનિવારે લાગી રહ્યું હતું કે ગરમી પોતાના અસલી રૂપમાં આવી ગઈ છે. રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં શનિવારે પારો 42 ડિગ્રી સેલ્સિ સુધી પહોંચ્યું હતું. દિલ્હીમાં શનિવારે ગરમીનો હાલ એ હતો કે મોડી રાત સુધી પણ લોકો બેહાલ હતા. શનિવારે દિવસભર ભારે ધૂપે પરેશાની વધારી તો સાંજ થતા થતા તેનાથી હાલત ખરાબ થઈ ગયા. અચાનક તાપમાન વધ્યા બાદ પંખા અને કૂલર પણ બેઅસર સાબિત તવા લાગ્યા. દિલ્હીના પાલમ વિસ્તારમાં શનિવાર સૌથી ગરમ દિવસ નોંધાયો.

આ રાજ્યોમાં વરસાદ થઈ શકે

આ રાજ્યોમાં વરસાદ થઈ શકે

દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને છત્તીસગઢમાં તેજ આંધી તોફાન સાથે તેજ વરસાદ જોવા મળી શકે છે. ઉત્તરાખંડ અને તેલંગાણામાં પણ આંધી સાથે કરા પડી શકે છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝપ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ આંધી તોફાન જોવા મળી શકે છે.

Gold: લૉકડાઉનમાં 11 મેથી સોનું થશે બહુ સસ્તું, આટલા ઓછા ભાવે વેચશે સરકારGold: લૉકડાઉનમાં 11 મેથી સોનું થશે બહુ સસ્તું, આટલા ઓછા ભાવે વેચશે સરકાર

English summary
Star turns dark, Sandstorm, rain bring temperature down in Delhi, NCR.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X