For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશાખાપટ્ટનમઃ ગાંધી જયંતિના એક દિવસ પહેલા તોડી ‘બાપૂ' ની પ્રતિમા

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 150 માં જન્મદિવસ પહેલા આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમના મધુરવાડા વિસ્તારમાં અજ્ઞાત તોફાની તત્વોએ મહાત્મા ગાંધીની એક મૂર્તિની તોડફોડ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 150 માં જન્મદિવસ પહેલા આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમના મધુરવાડા વિસ્તારમાં અજ્ઞાત તોફાની તત્વોએ મહાત્મા ગાંધીની એક મૂર્તિની તોડફોડ કરી દીધી છે. ઘટના બાદ લોકોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. દેશમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ તોડવાનો સિલસિલો ચાલુ છે. આ પહેલા એપ્રિલ મહિનામાં રાજસ્થાનના રાજસમંદના નાથદ્વારમાં બાપૂની પ્રતિમા સાથે છેડછાડ કરવામાં આવી હતી.

gandhiji

ગઈ રાતે કેટલાક અરાજક તત્વોએ ગાંધીજીની મૂર્તિ સાથે છેડછાડ કરી. મૂર્તિના જમણા હાથને ક્ષતિગ્રસ્ત કરી દીધો છે. ખાસ વાત એ છે કે જ્યાં ગાંધીજીની મૂર્તિ રાખવામાં આવી હતી ત્યાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, ભીમરાવ આંબેડકર ઉપરાંત સુભાષચંદ્ર જેવા મહાપુરુષોની મૂર્તિઓ રાખેલી હતી. અરાજક તત્વોએ માત્ર ગાંધીજીની મૂર્તિને નુકશાન પહોંચાડ્યુ.

આ પણ વાંચોઃ સીએમ યોગી સાથે મુલાકાત બાદ વિવેક તિવારીની પત્નીને મળ્યા 4 આશ્વાસનઆ પણ વાંચોઃ સીએમ યોગી સાથે મુલાકાત બાદ વિવેક તિવારીની પત્નીને મળ્યા 4 આશ્વાસન

આ પહેલા 27 સપ્ટેમ્બરે પણ કોચ્ચિમાં એક વ્યક્તિએ મૂર્તિ તોડી હતી. જો કે આ મામલે પોલિસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશના અલગ અલગ ભાગોમાં ઘણા મહાપુરુષોની પ્રતિમાઓ તોડી દેવામાં આવી છે. તેમાં ત્રિપુરામાં લેનિનની મૂર્તિ, તમિલનાડુમાં પેરિયાર અને ઉત્તરપ્રદેશમાં ભીમરાવ આંબેડકરની મૂર્તિને નુકશાન પહોંચાડવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ ઈમરાન ખાન ચપરાસી છે પાકિસ્તાનને ISI, સેના અને આતંકીઓ ચલાવે છેઃ સ્વામીઆ પણ વાંચોઃ ઈમરાન ખાન ચપરાસી છે પાકિસ્તાનને ISI, સેના અને આતંકીઓ ચલાવે છેઃ સ્વામી

English summary
Statue of Mahatma Gandhi vandalised by unidentified miscreants in Visakhapatnam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X