Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરકારી ગાઈડલાઈન ન માનતી સ્કૂલો પર થશે કડક કાર્યવાહીઃ શિક્ષણ મંત્રી આતિશી માર્લેના

દિલ્લી સરકાર અવારનવાર દેશભરમાં તેની શિક્ષણ નીતિના વખાણ કરે છે. હવે દિલ્લીના શિક્ષણ મંત્રી અને નેતા આતિશીએ કહ્યુ કે કેટલીક ખાનગી શાળાઓ સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતી જોવા મળી છે.

જે સંદર્ભે કડક સૂચના જાહેર કરવામાં આવી છે. દિલ્લી સરકારની માર્ગદર્શિકાનુ ઉલ્લંઘન કરીને, કેટલીક ખાનગી શાળાઓ માતાપિતાને મોંઘા પુસ્તકો અને ગણવેશ ખરીદવા દબાણ કરી રહી છે.

atishi marlena

એક ટ્વીટમાં માહિતી આપતાં શિક્ષણ મંત્રી આતિશી માર્લેનાએ કહ્યું કે, દિલ્લી સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને કેટલીક ખાનગી શાળાઓ વાલીઓને મોંઘા પુસ્તકો અને સ્કૂલ યુનિફોર્મ ખરીદવા માટે પરેશાન કરી રહી છે. મુખ્યમંત્રી કેજરીવાલજીના નિર્દેશ પર સત્તાવાળાઓને આવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિર્દેશ પર અધિકારીઓને આવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા સીએમ કેજરીવાલે દિલ્લીની એક શાળામાં ભણતા વિદ્યાર્થીના ટ્વીટને રીટ્વીટ કર્યુ હતુ અને લખ્યુ હતુ કે, 'હું ખૂબ જ ખુશ છું કે તમે તમારી શાળામાં આપવામાં આવતા શિક્ષણમાં ઘણો બદલાવ અનુભવી રહ્યા છો અને તમે તેનાથી ખુશ છો.

સીએમ કેજરીવાલે વધુમાં લખ્યુ હતુ કે, 'દિલ્લીની શિક્ષણ ક્રાંતિમાં તમામ શિક્ષકો અને માતા-પિતાનુ ખૂબ મહત્વનુ યોગદાન છે. ભગવાનને પ્રાર્થના કરો કે તમારા બધા સપના સાકાર થાય અને તમે ભવિષ્યમાં દેશની ઘણી સેવા કરી શકો.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X