17 મે બાદ 30 શહેરોમાં સખત લૉકડાઉન ચાલુ રહેશેઃ સૂત્ર

17 મે બાદ 30 શહેરોમાં સખત લૉકડાઉન ચાલુ રહેશેઃ સૂત્ર

નવી દિલ્હીઃ દેશભરમાં ચલી રહેલ લૉકડાઉનનો ત્રીજો તબક્કો રવિવારે એટલે કે આજે ખતમ થઈ રહ્યો છે, કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે આખા દેશમાં 25 માર્ચ 2020ના રોજ દેશબંધીની ઘોષણા કરવામાં આવી હતી. હવે ગૃહમંત્રાલય દેશવ્યાપી લૉકડાઉનના ચોથા તબક્કાની તૈયારી કરી રહ્યા છે, સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ રવિવારે કેન્દ્ર તરફથી આ સિલસિલામાં નવા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવી શકે છે. આ દરમિયાન એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે દેશના 12 રાજ્યોના 30 જિલ્લામાં લૉકડાઉન પહેલાની જેમ સખ્તાઈથી ચાલુ રહેશે, જ્યારે બાકી ક્ષેત્રોમાં ઢીલ આપવામાં આવી શકે છે.

પીએમ મોદીએ લૉકડાઉન 4નો ઉલ્લેખ કર્યો હતો

પીએમ મોદીએ લૉકડાઉન 4નો ઉલ્લેખ કર્યો હતો

ગત સોમવારે દેશને સબોધિત કરતા નરેન્દ્ર મોદીએ લૉકડાઉનના ચોથા તબક્કાનો ઉલ્લેખ કર્યો હતો, તેમણે કહ્યુ હતું કે ચોથો તબક્કો નવા રંગ રૂપનો હોય શકે છે. આ દરમિયાન પંજાબ, મહારાષ્ટ્ર, મિઝોરમ સહિત અન્ય કેટલાય રાજ્યોએ લૉકડાઉનને 31 મે સુધી વધારવાનું પણ એલાન કરી દીધું છે. સૂત્રોથી મળી રહેલી જાણકારી મુજબ રવિવારે ગૃહમંત્રાલય પણ લૉકડાઉનના ચોથા તબક્કાને લઈ કેટલાક એલાન કરી શકે છે.

મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાતમાં સખ્તાઈ

મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાતમાં સખ્તાઈ

સૂત્રોથી મળેલી જાણકારી મુજબ દેશના 30 જિલ્લામાં સખ્ત લૉકડાઉન ચાલી રહી શકે છે. જણાવી દઈએ કે આ એવા વિસ્તાર છે જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ પ્રકોપ છે. જેમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ, પુણે, પાલઘર, સોલાપુર, નાસિક, ઔરંગાબાદ અને ઠાણએ સામેલ કરવામાં આવી શકે છે. જ્યારે તમિલનાડુ અે ગુજરાતમાં પણ ગત અઠવાડિયામાં કોરોના સંક્રમિતોમાં તેજી જોવા મળી છે.

દિલ્હીવાસીઓને પણ છૂટ નહિ

દિલ્હીવાસીઓને પણ છૂટ નહિ

એવી સંભાવનાઓ છે કે તમિલનાડુના કુડ્ડાલોર, ચેંગલપટ્ટુ, અરિયાલુર, વિલ્લુપુરમ, તિરુવલ્લૂર, ગ્રેટર ચેન્નઈ અને ગુજરાતના અમદાવાદ, વડોદરા અને સૂરતમાં સખ્તાઈ સાથે લૉકડાઉન ચાલુ રહેશે. દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 9 હજારને નજીક પહોંચી ગઈ છે. દિલ્હીને પણ સખ્ત લૉકડાઉનની શ્રેણીમાં રાખવામાં આવી શકે છે. આવું થયું તો આ લૉકડાઉનમાં છૂટ મળવાની સંભાવના બહુ ઘટી જશે.

અધિકારીઓ સાથે બેઠક મળશે

અધિકારીઓ સાથે બેઠક મળશે

મામલા સંબધિત અધિકારીઓ મુજબ આ યોજના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવની મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પંજાબ અને ઓિસ્સાના સિલેક્ટેડ 30 ક્ષેત્રોના જિલ્લા ચિકિત્સા અધિકારીઓ સાથે બેઠક મળશે. લૉકડાઉનના ચોથા તબક્કા માટે રવિવારે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવશે.

રેલવે અને ઘરેલૂ એરલાઈન ચાલુ થઈ શકે છે

રેલવે અને ઘરેલૂ એરલાઈન ચાલુ થઈ શકે છે

અધિકારીએ કહ્યું કે, કોઈપણ રાજ્ય લૉકડાઉનને સંપૂર્ણપણે પાછું લેવા નથી માંગતું, માટે તમામ આર્થિક ગતિવિધિઓને ધીરે ધીરે ફરીથી ચાલુ કરવા માંગે છે. રેલવે અને ઘરેલૂ એરલાઈનોના સંચાલન આગલા અઠવાડિયે થવાની સંભાવના છે, પરંતુ બંને પરિવહનના પૂર્ણ રૂપથી ખોલવાની સભાવના નથી. અધિકારીએ કહ્યું કે બિહાર, તમિલનાડુ, કર્ણાટક જેવા કેટલાક રાજ્યો છે જે હજી પણ ઓછામા ઓછા મે મહિનાના અંત સુધી ટ્રેન અને હવાઈ સેવાઓ ફરીથી શરૂ કરવાના પક્ષમાં નથી.

ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી

ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી

જણાવી દઈએ કે 17 મે બાદ લૉકડાઉન કેવી રીતે વધારવામાં આવશે, કેવા ક્ષેત્રોમાં કેવા પ્રકારની છૂટ મળસે તેના પર ચર્ચા કરવા માટે શુક્રવારે ગૃહમત્રી અમિ શાહે બેઠક કરી. ગૃહ મંત્રાલયના સીનિયર અધિકારીઓ સાથે શાહે કેટલાય કલાકો મીટિંગ કરી. અમિત શાહેનોર્થ બ્લૉક સ્થિત ઑફિસમાં પાંચ કલાક સુધી ઑફિસર સાથે બેઠક કરી. મીટિંગમાં હોમ સેક્રેટરી અજય ભલ્લા પણ હાજર હતા. જાણકારી મુજબ લૉકડાઉનના આગલા તબક્કાને લઈ રાજ્યો સરકાર પાસેથી મંતવ્યો મળ્યા છે, જેને જોતા ગાઈડલાઈન તૈયારી કરવામાં આવી રહી છે. વરિષ્ઠ અધિકારી લૉકડાઉન 4.0ના દિશાનર્દેશને અંતિમ રૂપ આપવામાં લાગ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X