4 કલાકની અંદર જ ભૂકંપનો બીજો ઝાટકો, 3.2 તીવ્રતા
ભારતની રાજધાની દિલ્હી, તેની આસપાસના વિસ્તારમાં ભૂંકપના તીવ્ર આંચકા બાદ હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા.
રાજધાની દિલ્હી અને એનસીઆરમાં શુક્રવારે સવારે 4.26 મિનિટે ભૂકંપના જોરદાર આંચકા લોકોએ અનુભવ્યા. આ આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર આવી ગયા હતા. જાણકારી મુજબ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આ આંચકા અનુભવાયા છે. એએનઆઇ પરથી મળતી માહિતી મુજબ આ ભૂંકપ ખાલી 4.7 રિચર્સ સ્કેલનો જ હતો. પણ તેની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો અડધી ઊંધમાંથી સફાળા જાગીને ભાગ્યા હતા.

ભૂંકપનું કેન્દ્ર બિંદુ હરિયાણાના ખરખૌદામાં જમીનથી 10 કિમી નીચે હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના આ આંચકાથી અડધું દિલ્હી વહેલી સવારે જાગી રસ્તા પર આવી ગયું હતું. જો કે હજી સુધી કોઇ જાનહાનિ કે કોઇ ઇમારતના નુક્શાનના ખબર નથી આવ્યા. પણ ભૂંકપના આ આંચકાએ સવાર સવારમાં લોકોને ડરાવી મૂક્યા હતા.
ચાર કલાકની અંદર વધુ એક ઝાટકો
ચાર કલાકની અંદર જ સવારે 8.13 કલાકે ફરી એકવાર હરિયાણાના રોહતકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 3.2ની તીવ્રતાના આ ભૂકંપમાં કોઇ જાનહાનિના સમાચાર આવ્યા નથી.












Click it and Unblock the Notifications
