For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહીન બાગમાં બનાવાઈ રહ્યો છે સુસાઈડ બૉમ્બરનો જથ્થોઃ ગિરિરાજ સિંહ

શાહીન બાગના પ્રદર્શનકારીઓ વિશે વિવાદિત નિવેદનબાજી પણ સામે આવી છે. આમાં આગલુ નામ મોદી સરકારના મંત્રી અને બેગુસરાયના ભાજપ સાંસદ ગિરિરાજ સિંહનુ નામ જોડાઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

શાહીન બાગમાં નાગરિકતા સુધારા કાયદા સામે થઈ રહેલ પ્રદર્શન દિલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ મોટો મુદ્દો બની રહ્યો છે. આ અંગે ભાજપના ઘણા નેતા સતત આરોપ લગાવી રહ્યા છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ષડયંત્ર હેઠળ શાહીન બાગમાં પ્રદર્શન કરી રહ્યા છે. વળી, શાહીન બાગના પ્રદર્શનકારીઓ વિશે વિવાદિત નિવેદનબાજી પણ સામે આવી છે. આમાં આગલુ નામ મોદી સરકારના મંત્રી અને બેગુસરાયના ભાજપ સાંસદ ગિરિરાજ સિંહનુ નામ જોડાઈ ગયુ છે.

ત્યાં સુસાઈડ બૉમ્બરનો જથ્થો બનાવવામાં આવી રહ્યો છેઃ ગિરિરાજ

ત્યાં સુસાઈડ બૉમ્બરનો જથ્થો બનાવવામાં આવી રહ્યો છેઃ ગિરિરાજ

દિલ્લી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપના નિશાના પર શાહીન બાગ છે. ગિરિરાજ સિંહે શાહીન બાગના પ્રદર્શન વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે. ભાજપ સાંસદે ટ્વિટ કરીને કહ્યુ, આ શાહીન બાગ હવે માત્ર આંદોલન નથી રહી ગયુ... અહીં સુસાઈડ બૉમ્બરનો જથ્થો બનાવવામાં આવી રહ્યો છે. દેશની રાજધાનીમાં દેશની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે.

અમિત માલવીયે પણ લગાવ્યા હતા આરોપ

આ પહેલા ભાજપ આઈટી સેલના હેડ અમિત માલવીયએ એક વીડિયો ટ્વિટ કરીને આરોપ લગાવ્યો હતો કે આ મહિલાઓને ધરણા કરવા માટે પૈસા આપવામાં આવી રહ્યા છે. ત્યારબાદ પ્રદર્શનકારી મહિલાઓએ અમિત માલવીયને અપમાનની નોટિસ મોકલી હતી. નાગરકિતા સુધારા કાયદા અને એનઆરસી માટે શાહીન બાગ વિસ્તારમાં 15 ડિસેમ્બરથી મુસ્લિમ મહિલાઓ ધરણા પર બેઠી છે. મહિલાઓનુ આ ધરણા પ્રદ્રશન સતત સમાચારોમાં છવાયેલુ છે. પ્રદર્શન કરી રહેલી આ મહિલાઓની માંગ છે કે સરકાર નાગરિકતા સુધારા કાયદો પાછો લે.

શાહીન બાગમાં પ્રદર્શનના નામે અવ્યવસ્થા ફેલાવાઈ રહીઃ યોગી આદિત્યનાથ

શાહીન બાગમાં પ્રદર્શનના નામે અવ્યવસ્થા ફેલાવાઈ રહીઃ યોગી આદિત્યનાથ

આ પહેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથે શાહીન બાગના પ્રદર્શન વિશે આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યુ હતુ. યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે શાહીન બાગમાં પ્રદર્શનના નામે દિલ્લીમાં અવ્યવસ્થા ફેલાવાઈ રહી છે. તેમણે કેજરીવાલ પર નિશાન સાધીને કહ્યુ કે અનુચ્છેદ 370 હટવાથી કેજરીવાલ અને પાકિસ્તાનને સૌથી વધુ તકલીફ છે. હવે કેજરીવાલ શાહીન બાગમાં અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કહ્યુ કે કેજરીવાલને શાહીન બાગમાં બિરયાની ખવડાવવાથી ફૂરસદ નથી.

આ પણ વાંચોઃ દિલ્લીમાં આજે સાંજે પ્રચારના પડઘમ થશે શાંત, ભાજપ મેદાનમાં ઉતારશે ઘણા દિગ્ગજઆ પણ વાંચોઃ દિલ્લીમાં આજે સાંજે પ્રચારના પડઘમ થશે શાંત, ભાજપ મેદાનમાં ઉતારશે ઘણા દિગ્ગજ

English summary
Suicide bombers being trained in Shaheen Bagh says bjp mp giriraj singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X