For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Himachal Results 2022: હિમાચલના મુખ્યમંત્રી કોણ બનશે, આ કોંગ્રેસી નેતાઓના નામ સૌથી આગળ

હિમાચલમાં બંપર સીટ જીતી સત્તામાં આવેલી કોંગ્રેસનો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે? મુખ્યમંત્રીને લઈ રેસમાં આગળ ત્રણ નામ કયાં છે.

|
Google Oneindia Gujarati News

Himachal Election Results 2022: હિમાચલ વિધાનસભા પરિણામોમાં કોંગ્રેસ પાર્ટી 40 સીટ પર જીતી છે, ભાજપ 24 સીટ પર જીતી છે અને 1 સીટ પર આગળ ચાલી રહી છે. અપક્ષ ઉમેદવારો 3 જીત્યા છે. ત્યારે કોંગ્રેસની હિમાચલ પ્રદેશમાં સરકાર બનવી નક્કી થઈ ગઈ છે. એવામાં સવાલ એ ઉઠે છે કે કોંગ્રેસનો મુખ્યમંત્રી કોણ હશે? હિમાચલ પ્રદેશના સીએમ પદ માટે ત્રણ ચહેરા રેસમાં સૌથી આગળ છે.

himachal pradesh

એક તરફ જ્યાં કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં બહુમતી મેળવી લીધી છે અને બીજી તરફ હવે મુખ્યમંત્રી કોણ બનશે? તેને લઈ વિવિધ અંદાજાઓ લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા વીરભદ્ર સિંહે કહ્યું કે ચૂંટાયેલા ધારાસભ્યો મુખ્યમંત્રી પદ માટેનો ચહેરો નક્કી કરશે. એકવાર જ્યારે ધારાસભ્યો પોતાની પસંદ સ્પષ્ટ કરી દેશે, ત્યારે પાર્ટી હાઈકમાન્ડ નામનું એલાન કરશે.

બીજી તરફ અહેવાલોનું માનીએ તો પાર્ટી હાઈકમાન્ડે મુખ્યમંત્રી પદના કેટલાય દાવેદારો સાથે કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં જે ત્રણ નામ સૌથી વધુ ચર્ચામાં છે, તેમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુખવિંદર સુક્ખૂ, નેતા પ્રતિપક્ષ મુકેશ અગ્નિહોત્રી, સાંસદ અને પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહનું નામ આગળ છે. જો કે પ્રતિભા સિંહ હાલના સાંસદ છે અને તેમણે ચૂંટણી નથી લડી, સુક્ખૂ અને અગ્નિહોત્રી પોતાની સીટ પર જીતના રસ્તે છે.

સુખવિંદર સુુક્ખૂઃ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને તેની પ્રચાર સમિતિના પ્રમુખ સુક્ખૂએ મધ્ય હિમાચલની નાદૌન સીટથી ચૂંટણી લડી છે. પાર્ટી કેડર વચ્ચે સ્વીકાર્યતા વાળા ત્રણ વખતના ધારાસભ્યને સીએમ પદના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. સત્તાવાર રીતે સુક્ખૂએ કહ્યું કે સીએમનો ફેસલો હાઈકમાન્ડ કરશે.

મુકેશ અગ્નિહોત્રીઃ વિપક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રીએ દક્ષિણ-પશ્ચિમ હિમાચલમાં હરોલીથી ચૂંટણી લડી. ચાર વખતના ધારાસભ્ય, તેમના ચૂંટણી ક્ષેત્રને રેખાંકન પહેલા સંતોકગઢ કહેવાતો હતો, જ્યાંથી તેઓ 2003માં પ્રથમ વખત ચૂંટણી લડ્યાા હતા. અગ્નિહોત્રી 2017ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા હતા.

પ્રતિભા સિંહઃ વર્તમાન હિમાચલ પીસીસી પ્રમુખ અને પૂર્વ સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહ પહેલીવાર 2004માં મંડીથી લોકસભા ચૂંટણી લડ્યાં હતાં. 2013ની પેટાચૂંટણીમાં તેમણે હાલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને તે સીટ પરથી જ હરાવ્યા હતા, જેનું પ્રતિનિધિત્વ તેમના મુખ્યમંત્રી બનતા પહેલા તેમના પતિ કરતા હતા. જેઓ ભાજપના રામ સ્વરૂપ શર્માના નિધન બાદ સાંસદ તરીકે ચૂંટાયાં.

English summary
sukhvindar sukkhu, mukesh agnihatri, pritabhasinh in race of himachal pradesh cm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X