For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુખવિંદર સિંહ સુખુ હિમાચલના 15માં મુખ્યમંત્રી બનશે, જાણો તેમની રાજનીતિક સફર

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે સુખવિંદર સિંહ સુખુને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી છે. સુખવિંદર સિંહ સુખુ કોંગ્રેસના જુના નેતા છે અને મહાસચિવ રહી ચુક્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત બાદ ચાલી રહેલી મુખ્યમંત્રી પદની મઠ્ઠાગાઠનો અંતે અંત આવ્યો છે. બે દિવસની ચર્ચા બાદ હવે સુખવિંદર સિંહ સુખુને હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી જાહેર કરાયા છે. અહીં એક વાત નોંધપાત્ર છે કે સુખવિંદર સિંહ સુખુએ પોતે મુખ્યમંત્રીની રેસમાં ન હોવાનું જણાવ્યુ હતું.

Sukhwinder Singh Sukhu

હવે સુખવિંદર સિંહ સુખુ હિમાચલ પ્રદેશની કમાન સંભાળશે. ધારાસભ્યોની બેઠકમાં એક નામ નક્કી ન થતા પાર્ટી હાઈકમાન્ડે મુખ્યમંત્રીની જાહેરાત કરી છે. સુખવિંદર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના 15માં મુખ્યમંત્રી તરીકે રવિવારે શપથ લેશે.

સુખવિંદર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના મોટા નેતા છે. 26 માર્ચ 1964ના રોજ જન્મેલા સુખવિંદર સિંહ સુખુ હમીરપુર જિલ્લાના નાદૌન તહસીલના સેરા ગામના વતની છે. તેમના પિતા હિમાચલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ડ્રાઈવર હતા અને માતા ઘર સંભાળે છે. તેમનું બાળપણ સંઘર્ષથી ભરેલું હતું અને અનેક પડકારોનો સામનો કરીને તેઓ આ સ્થાને પહોંચ્યા છે.

સુખવિંદર સિંહ સુખુના રાજનીતિક કરિયરની વાત કરીએ તો, તેઓએ NSUIથી કરિયરની શરૂઆત કરી હતી. સૌથી પહેલા તેઓ સંજૌલી કોલેજમાં ક્લાસ પ્રતિનિધિ અને સ્ટુડન્ટ સેન્ટ્રલ એસોસિએશનના જનરલ સેક્રેટરી બન્યા હતા. આ પછી તેમને સરકારી કોલેજ સંજૌલીમાં સ્ટુડન્ટ સેન્ટ્રલ એસોસિએશનનું પ્રમુખ બનાવાયા. 1988 માં તેમની કરિયરમાં મોટો વણાંક આવ્યો અને તેઓ NSUI ના પ્રદેશ અધ્યક્ષ બન્યા. 1995 સુધી તેઓ આ પદ પર રહ્યા.આ પછી તેમને કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશ મહાસચિવ બનાવ્યા.

સુખવિંદર સિંહ સુખુ કોંગ્રેસના કમિટેડ કાર્યકર્તા રહ્યા છે. 1998 થી 2008 સુધી તેઓ યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ હતા. જે બાજ 2003 અને 2007માં તેઓ નાદૌન મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ત્યારબાદ 2017 ફરીથી જીત્યા. હવે ચોથી જીત સાથે પાર્ટીએ તેમને પાર્ટીએ મુખ્યમંત્રી બનાવ્યા છે અને રવિવારે શપથ લેશે.

English summary
Sukhwinder Singh Sukhu will become the 15th Chief Minister of Himachal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X