સુમિત્રા મહાજન બન્યા લોકસભા અધ્યક્ષ, તેમના વિશે જાણવા જેવું ઘણુંબધું...
નવી દિલ્હી, 6 જૂન: લોકસભામાં આઠમી વખત જીતીને પહોંચેલી ભારતીય જનતા પાર્ટીની સાંસદ સુમિત્રા મહાજન શુક્રવારે લોકસભા અધ્યક્ષ બની ગયા છે. સર્વસંમતિથી સુમિત્રા મહાજનને લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટી લેવામાં આવ્યા. આ પદ માટે સુમિત્રા મહાજનના નામને તમામ પાર્ટિઓએ સમર્થન કર્યું. શુક્રવારે તેમણે અધ્યક્ષ પદની શપથ લીધી. 1982-85માં ઇંદોર મહાપાલિકામાં કોર્પોરેટર રહેલા સુમિત્રા મહાજન 1989થી સતત લોકસભા ચૂંટણી જીતતી આવી રહી છે.
આવો એક નજર કરીએ લોકસભામાં અધ્યક્ષ બનેલા સુમિત્રા મહાજનના જીવન વિશેની કેટલીંક માહિતી પર...

1
સુમિત્રા મહાજનનો જન્મ 12 એપ્રિલ 1943ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના ચિપલૂન ગામમાં થયો.

2
મીરા કુમાર બાદ સુમિત્રા મહાજન લોકસભા અધ્યક્ષ બનનારી બીજી મહિલા છે. અને તે પહેલી એવી મહિલા સાંસદ છે જે સતત પાંચ વખત કરતા પણ વધારે વખત ચૂંટણી જીતી છે.

3
સુમિત્રાના લગ્ન ઇંદોરના વકિલ જયંત મહાજનની સાથે થયા.

4
સુમિત્રા મહાજનના બે દિકરાઓ છે.

5
મહાજને ઇંદોર યુનિવર્સિટીથી એમએ અને એલએલબીનો અભ્યાસ કર્યો છે.

6
મહાજને 1989માં પોતાની સાંસરી ઇંદોરથી પહેલી વખત ચૂંટણી લડી. તેમણે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રકાશ ચંદ્ર સેઠીને હરાવ્યા હતા.

7
મરાઠી પરિવાર સાથે સંબંધ હોવાના કારણે સુમિત્રાની મરાઠી વોટો પર સારી એવી પકડ રહી છે.

8
સુમિત્રા વાજપેયી સરકારમાં 1999થી 2004 સુધી રાજ્ય મંત્રી રહ્યા.

9
સુમિત્રા ઇંદોર સંસદીય બેઠકથી ભાજપના સાંસદ છે. તેઓ અહીંથી સતત આઠમી વખત સાંસદ બની છે, જે કોઇ પણ મહિલા સાંસદ માટે એક રેકોર્ડ છે.

10
તેઓ ઇંદોરમાં પહેલા વહુ, પછી બેટી અને બાદમાં સુમિત્રા તાઇના નામથી ઓળખાય છે.












Click it and Unblock the Notifications
